Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ફિફા વર્લ્ડકપ 2022ની છઠ્ઠી ડ્રો મેચ: ટીમોએ જીતવા સંઘર્ષ કર્યો છતાં નેધરલેન્ડસ અને ઈકવાડોરની મેચ 1-1થી ડ્રો થઇ

ફિફા વર્લ્ડકપ 2022ની 19મી મેચ આજે કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ ઈકવાડોર અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી. નેધરલેન્ડસ અને ઈકવાડોરની મેચ 1-1થી ડ્રો રહી છે. બંને ટીમો એ જીતવા માટે સંઘર્ષ કર્યો, પણ આખરે મેચ ડ્રો થઈ હતી. ફિફા વર્લ્ડકપ 2022ની આ છઠ્ઠી ડ્રો મેચ હતી. ફિફા વર્લ્ડકપ 2022ની 1-1થી ડ્રો થનારી આ બીજી મેચ હતી. ફિફા વર્લ્ડકપ 2022માં મોટાભાગની ટીમો પોતાની પ્રથમ મેચ રમી ચૂકી છે.વર્લ્ડ રેકિંગની  યાદીમાં નેધરલેન્ડસની ટીમ 10માં સ્થાને છે. જ્યારે ઈકવાડોરની ટીમ 46માં સ્થાને છે.

(12:44 am IST)