Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

વીશાળ સ્કોર ખડક્યો છતાં ન્યૂઝીલેન્ડે ભારતને પ્રથમ વન ડેમેચમાં 7 વિકેટે હરાવ્યું : ટોમ લાથમે અણનમ 145 ફટકાર્યા

કેપ્ટન કેન વિલિયમસની અણનમ 94 રનની ઝંઝાવાતી ઇનિંગ : ઉમરાન મલિક અને અર્શદીપ સિંહે ડેબ્યૂ કર્યુ

ન્યૂઝીલેન્ડે ભારતને પ્રથમ વન ડે મેચમાં 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 306 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 309 રન બનાવી મેચને જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી વિકેટ કીપર બેટ્સમેન ટોમ લાથમે અણનમ 145 અને કેપ્ટન કેન વિલિયમસને અણનમ 94 રનની ઇનિંગ રમી હતી.

 

ભારત તરફથી શ્રેયસ અય્યરે 80 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે કેપ્ટન શિખર ધવને 72 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 50, વોશિંગ્ટન સુંદર 16 બોલમાં 3 ફોર અને 3 સિક્સરની મદદથી અણનમ 37, સંજુ સેમસને 36 રનની ઇનિંગ રમી હતી. ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 306 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથી અને લોકી ફર્ગ્યુસને 3-3 વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી વિકેટ કીપર બેટ્સમેન ટોમ લાથમે 145 રનની ઇનિંગ રમી હતી. લાથમે આ દરમિયાન 5 સિક્સર અને 19 ફોર ફટકારી હતી. કેન વિલિયમસને અણનમ 94 રન બનાવ્યા હતા.

 

ભારત તરફથી ઉમરાન મલિક અને અર્શદીપ સિંહે ડેબ્યૂ કર્યુ હતુ. ડેબ્યૂ મેચમાં અર્શદીપ અને ઉમરાન મલિક બન્ને મોંઘા સાબિત થયા હતા. અર્શદીપે 8.1 ઓવરમાં 68 રન આપ્યા હતા અને કોઇ વિકેટ ઝડપી શક્યો નહતો. જ્યારે ઉમરાન મલિકે 10 ઓવરમાં 66 રન આપ્યા હતા અને 2 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિકે ડેવોન કોનવેય અને મિશેલની વિકેટ ઝડપી હતી.

 

(10:17 pm IST)