Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ભારત બાયોટેકને નેઝલની વેક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે DCGIએ આપી મંજૂરી: કોવિડ સામે વધુ અસરકારક

બુસ્ટર વેક્સીન iNCOVACC એ ભારતની પહેલી નેઝલ વેક્સિન જેને ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી

નવી દિલ્હી : ભારત બાયોટેકની કોવિડ નેઝલ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને લીલી ઝંડી મળી ગઈ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ શુક્રવારે નેઝલની વેક્સિન iNCOVACC ના ઈમરજન્સીના ઉપયોગને મંજૂરી આપી હતી. કોઈપણ રસીના ઉપયોગ માટે ડીસીજીઆઈ પાસેથી મંજૂરી લેવી પડે છે, ત્યારબાદ જ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવે છે. હૈદરાબાદ સ્થિત વેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકે જણાવ્યું હતું કે નેઝલ વેક્સિન વધુ અસરકારક હોઈ શકે છે.

 iNCOVACC એ ભારતની પહેલી નેઝલ વેક્સિન છે, જેને ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. તે વાસ્તવમાં બૂસ્ટર વેક્સિન છે. હાલમાં, તેના ઈમરજન્સીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ રસી એવા લોકોને આપવામાં આવશે જેમણે કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને ડોઝ લીધા છે. આ વેક્સિનનો ત્રીજો અને બૂસ્ટર ડોઝ હશે.

  મીડિયા રિપોર્ટ મુજબ ઈન્ટ્રાનાસલ ઈમ્યુનાઈઝેશન નાકમાં રોગપ્રતિકારક પ્રતિભાવ બનાવે છે, જે વાયરસનો એન્ટ્રી પોઈન્ટ છે. ભારતમાં કોરોના સામે મોટાપાયે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને દેશની મોટાભાગની વસ્તીને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. દેશની મોટા ભાગની વસ્તીને ત્રીજો ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. ભારત બાયોટેકે નેઝલની રસી બનાવી છે, જેની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. બૂસ્ટર ડોઝ કોરોના વાયરસ રોગ, ચેપ અને ટ્રાન્સમિશનને રોકવામાં મદદ કરી શકે છે. આ રીતે રસીના બંને ડોઝ કોવિડને રોકવામાં સક્ષમ છે, પરંતુ બૂસ્ટર ડોઝ પછી કોવિડ સામે રક્ષણ વધુ વધે છે. આ વર્ષે 10 એપ્રિલથી દેશભરમાં બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે.

(8:26 pm IST)