Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં: ગર્ભગૃહ અને ૫ મંડપનું બાંધકામ ચાલુ: ૧૮૦૦ કરોડનો ખર્ચ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. હાલમાં ભોંયતળિયે ગર્ભગૃહ અને પાંચ મંડપ બાંધવામાં આવી રહ્યા છે.
સમાચાર એજન્સીઓ એ રામ મંદિર નિર્માણ સમિતિના હવાલાથી આ માહિતી આપી છે. મંદિરના નિર્માણને લગતી પ્રવૃત્તિઓની તસવીરો પણ જાહેર કરી છે. મંદિરની ઊંચાઈ ૧૬૧ મીટર રહેશે. મંદિર નિર્માણ પાછળ અંદાજે ૧૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવા અંદાજ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિવાળીના અવસર પર અયોધ્યા આવ્યા ત્યારે તેમણે નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. આ પછી રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું જે હાલમાં વીજળીક ઝડપે ચાલી રહ્યું છે.

(7:19 pm IST)