Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 50 વર્ષથી 137 કેસ પેન્ડિંગ : આવતા સપ્તાહથી ઓછામાં ઓછા ત્રણથી ચાર કેસોની દરરોજ સુનાવણી હાથ ધરાશે : લાંબા સમયથી પડતર કેસોને પ્રાધાન્ય અપાશે :ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે હાથ ઘરેલુ અભિયાન



અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે આજ શુક્રવારે કહ્યું હતું કે તે 137 થી વધુ કેસોને પ્રાધાન્ય આપશે જે તેની સામે છેલ્લા 40-50 વર્ષથી પેન્ડિંગ છે અને આવતા સપ્તાહથી ઓછામાં ઓછા ત્રણથી ચાર કેસની સુનાવણી કરશે

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, છેલ્લા 40 થી 50 વર્ષથી આ કોર્ટમાં લગભગ 137 કેસ પેન્ડિંગ છે. અમે હવે આવા કેસોને પ્રાધાન્ય આપીશું. અમે માનીએ છીએ કે જો આ કેસોની સમયસર સુનાવણી અને નિકાલ નહીં થાય, તો જનતા ન્યાયતંત્રમાં વિશ્વાસ ગુમાવશે ખંડપીઠે વધુમાં કહ્યું કે તે આ મામલાઓ પર દરરોજ સુનાવણી શરૂ કરશેતેવું બી એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:19 pm IST)