Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

પાલકનું જ્‍યુસ ગંભીર બિમારીઓથી બચાવેઃ શિયાળામાં પાલકનું જ્‍યુસ પીવાથી શરીર મજબુત બને

પાલકનું જ્‍યુસ મેટાબોલ્‍જિયમને વધારે અને ચરબી-વજનમાં ઘટાડો કરે

નવી દિલ્‍હીઃ શિયાળામાં પાલકના ઉપયોગ શરીરની ઇમ્‍યુનિટી વધાર છે. પાલકનું જ્‍યુસ પીવાથી ચરબી અને વજન ઘટાડી શકાય છે. કેમ કે પાલક મેટાબોલ્‍જિયમને વધારે છે. યાદશક્‍તિ વધારવામાં અને બ્‍લડપ્રેશરમાં ફાયદાકારક છે.

શિયાળાનો સમય સ્વાસ્થ્ય માટે સારો હોય છે, કારણ કે આ સીઝનમાં દરેક શાકભાજી તાજા અને સસ્તા મળે છે. શિયાળામાં દરેક લિલા શાકભાજી બજારમાં સરળતાથી મળી જાય છે. ઠંડીમાં સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે લોકો વિવિધ પ્રકારની ભાજી પણ ખાતા હોય છે. આ બધામાં પાલક સૌથી શ્રેષ્ઠ છે. હેલ્થ નિષ્ણાંત પ્રમાણે ઠંડીમાં પાલક ખાવી કે પાલકનું જ્યુસ તમને ગંભીર બીમારીઓથી બચાવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, મેગ્નેશિયમ, મેગનીઝ અને આયરન સહિત એન્ટી-ઓક્સીડેન્ટ્સની ભરપૂર માત્રા હોય છે. પાલક ખાવાથી આખની રોશની વધે છે અને તેમાં રહેલ વિટામિન સી બોડીના ઇમ્યુનિટીને વધારે છે. 

પાલકના બીજા ફાયદા

1. શિયાળામાં પાલકનો ઉપયોગ બોડીની ઇમ્યુનિટી વધારે છે. આ સાથે તેમાં કેલ્શિયમ, સોડિયમ, ક્લોરીન, ફોસ્ફોરસ, પ્રોટીન અને આયરનની મોટી માત્રા હોય છે. પાલકનું જ્યુસ ઘણી ગંભીર બીમારીઓના ખતરાને ઓછુ કરે છે. તેમાં ફાઇબરની માત્રા પણ હોય છે, જે પેટ સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરે છે. તે કબજીયાત, અપચો અને પેટના દુખાવામાં પણ રાહત આપે છે. 

2. તેમાં રહેલ આયરન શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે. પાલકનું જ્યુસ એમીનિયાના ખતરાને ઓછો કરે છે. તેનું જ્યુસ યાદશક્તિ પણ વધારે છે. બ્લક પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ પાલકનું જ્યુસ પીવું જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. તેમાં રહેલ કેલ્શિયમ હાડકાંને મજબૂત કરે છે. 

3. પાલકનું જ્યુસ મેટાબોલ્જિમને વધારે છે. તેના કારણે બોડીમાં ફેટ જમા થતો નથી અને વજન પણ ઓછું થવા લાગે છે. પાલકના જ્યુસનું સેવન તમે જીરાના પાઉડર અને મીઠાંની સાથે પણ કરી શકો છો.

(5:39 pm IST)