Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

‘ઔકાત' - મોરબી - પેપર લીક - ખેડૂત સહિતના ૧૦ મુદ્દાઓ ચગ્‍યા

ગુજરાતનો ચૂંટણી જંગ અત્‍યાર સુધી રહ્યો મુદ્દા વિહિન : વિપક્ષો સરકાર ઉપર ‘માછલા' ધોવે છે તો સરકાર તેના ‘ગુણગાન' ગાય છે : સત્તા પક્ષ - વિપક્ષ દ્વારા આરોપ - પ્રત્‍યારોપણનો દોર પણ જારી

નવી દિલ્‍હી તા. ૨૫ : આજથી બરાબર છઠ્ઠા દિવસે ગુજરાતની ૮૯ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ માટે રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીથી લઈને કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં વ્‍યસ્‍ત છે. વિરોધ પક્ષોના નેતાઓ સરકારની ખામીઓ ગણી રહ્યા છે, ત્‍યારે શાસક પક્ષ પોતાની સરકારના કામો ગણી રહ્યો છે. આ સાથે બંને પક્ષો તરફથી આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર પણ ચાલી રહ્યો છે.

ગુજરાતની ચૂંટણીમાં અત્‍યાર સુધી કોઈ મોટો ચૂંટણી મુદ્દો બન્‍યો નથી. આ પછી પણ રાજકીય પક્ષો દ્વારા કેટલાક મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે. જેમ કેમધુસૂદન મિષાીનું‘સ્‍ટેટસ'નિવેદન,શિક્ષણ,આરોગ્‍ય અને વીજળી,પેપર લીક અને સરકારી ભરતીનો મુદ્દો,મોરબી પુલ અકસ્‍માત,ખેડૂતોની સમસ્‍યાઓ,સતા વિરોધી લહેર, ખરાબ રસ્‍તા,બિલકીસ બાનો, જમીન સંપાદન, નરેન્‍દ્ર મોદી(વડાપ્રધાન તરીકે હુકમ નો એક્કો) સહિતના ૧૦ મુદ્દાનો સમાવેશ થાય છે.

મધુસૂદન મિષાીનું ‘સ્‍ટેટસ'નિવેદન

કોંગ્રેસે ૧૨ નવેમ્‍બરના રોજ ગુજરાત ચૂંટણી માટે તેનો ઢંઢેરો બહાર પાડ્‍યો હતો. આ દરમિયાન એક ટીવી ચેનલ સાથે વાત કરતા કોંગ્રેસના નેતા મધુસૂદન મિષાીએ કહ્યું કે મોદી ક્‍યારેય પટેલ બની શકતા નથી. આ દરમિયાન વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા તેમણે ‘ઔકાત' શબ્‍દનો ઉલ્લેખ કર્યો હતો. લગભગ દસ દિવસ બાદ વડાપ્રધાન મોદીએ તેમની રેલીમાં મિષાીના નિવેદનનો પલટવાર કર્યો હતો. મોદીએ કહ્યું, ‘તેઓ કહે છે કે તેઓ તેમની સ્‍થિતિ બતાવશે. હું કહું છું કે મારી કોઈ સ્‍થિતિ નથી. અમારી સ્‍થિતિ બસ સેવા પૂરી પાડવાની છે. તે રાજવી પરિવારમાંથી છે અને અમે નોકર છીએ. ભાજપ આ નિવેદનને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં વ્‍યસ્‍ત છે.

નરેન્‍દ્રભાઇ મોદી

ગુજરાતની ચૂંટણીમાં ભાજપ પાસે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના રૂપમાં હુકમનો એક્કો છે. પીએમ મોદી ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્‍યમંત્રી રહી ચુક્‍યા છે. આ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યોને ભાજપ ગુજરાત મોડલના રૂપમાં જનતાને જણાવે છે. ગુજરાતમાં પીએમ મોદીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. મોદીની આ લોકપ્રિયતા ચૂંટણીમાં ભાજપ માટે નિર્ણાયક બની શકે છે.

મોરબી પુલ દુર્ઘટના

આ વર્ષે ૩૦ ઓક્‍ટોબરે મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થતા ૧૩૫ લોકોના દુઃખદ અવસાન થયા હતા. આ ઘટનામાં સરકાર, સ્‍થાનિક વહીવટીતંત્ર અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ ખુલ્લેઆમ સામે આવી હતી. ગુજરાતના લોકોના મનને ક્‍યાંકને ક્‍યાંક મોરબીની ઘટના પ્રભાવિત કરી શકે છે.

સત્તા વિરોધી લહેર

ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપ સત્તા પર છે. રાજકીય નિષ્‍ણાતો માનવું છે કે, ભાજપના ૨૭ વર્ષના શાસનમાં સમાજના ઘણા વર્ગોમાં અસંતોષ વધ્‍યો છે. આ ઉપરાંત ભાજપ સરકાર દરમિયાન મોંઘવારી, બેરોજગારી જેવી અન્‍ય પ્રાથમિક સુવિધાઓને લઈને લોકોમાં સરકારથી નારાજગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પેપર લીક અને સરકારી પરીક્ષા

ગુજરાતમાં વારંવાર પેપર લીક થવાના અહેવાલો સામે આવ્‍યા છે, જેના કારણે બેરોજગારીનો સામનો કરી રહેલા યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાઓ સ્‍થગિત થતા સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરનારા યુવાનોની આશા પર પાણી ફરી વળ્‍યું છે. રાજયના યુવાનો આનાથી નારાજ છે.

ખેડૂતોની સમસ્‍યાઓ

ગુજરાતના ઘણા ભાગોમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. વાસ્‍તવમાં છેલ્લા બે વર્ષમાં રાજયમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સરકારે ખેડૂતોને વળતર આપ્‍યું નથી. જેના કારણે ખેડૂત વર્ગ સરકાર વિરુદ્ધ પણ જઈ શકે છે.

શિક્ષણ અને આરોગ્‍ય સુવિધાઓ

ગુજરાતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શાળાકીય શિક્ષણનો અભાવ છે. આ ઉપરાંત શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે. સાથે જ શાળાઓમાં વર્ગોની પણ અછત છે. રાજયના ગ્રામીણ વિસ્‍તારો પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને ડોક્‍ટરોની અછતથી ત્રસ્‍ત છે.

બિલ્‍કીસ બાનો કેસના

દોષિતોને છોડી દીધા

કોર્ટે બિલ્‍કીસ બાનો સામૂહિક દુષ્‍કર્મ અને હત્‍યા કેસમાં દોષિતોને છોડી દીધા, જેનાથી લઘુમતી સમુદાયની સાથે-સાથે બહુમતી હિન્‍દુઓનો એક વર્ગ પણ નારાજ છે. આવી સ્‍થિતિમાં આ મુદ્દો મુસ્‍લિમોની સાથે હિન્‍દુઓના એક વર્ગને પ્રભાવિત કરી શકે છે.

ખરાબ રસ્‍તા

ગુજરાતને પહેલા તેના સારા રસ્‍તાઓ માટે આળખવામાં આવતું હતું. પરંતુ હવે વાસ્‍તવિકતા કંઈક જુદી જ છે, રાજયના રસ્‍તાઓ બિસ્‍માર હાલતમાં છે જે લોકો માટે પરેશાનીનું કારણ છે.

ઉચ્‍ચ વીજળી દર

ગુજરાતમાં વીજળીના દરો દેશમાં સૌથી વધુ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે રાજયના લોકોને દર મહિને ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્‍યું છે. વીજળીના ઊંચા દરો ગુજરાતના લોકોને પ્રભાવિત કરી શકે છે.

જમીન સંપાદન

ગુજરાતમાં અનેક સરકારી પ્રોજેક્‍ટ માટે જે ખેડૂતોની જમીનો સંપાદિત કરવામાં આવી રહી છે, તે ખેડૂતો અને જમીનમાલિકોમાં અસંતોષ છે. ખેડૂતોએ અમદાવાદ અને મુંબઈ વચ્‍ચે હાઈ-સ્‍પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ માટે જમીન સંપાદનનો વિરોધ કરી ચૂક્‍યા છે. તેમણે વડોદરા અને મુંબઈ વચ્‍ચેના એક્‍સપ્રેસ વે પ્રોજેક્‍ટ માટે જમી

(3:25 pm IST)