Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાહુલે પોતાની ફિટનેસનું રહસ્‍ય જણાવ્‍યું:નરેન્‍દ્રભાઈની નકલ કરી

કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો મધ્‍યપ્રદેશમાં મુકામ

ભોપાલ, તા.૨૫: કોંગ્રેસની ભારત જોડો યાત્રા હવે મધ્‍યપ્રદેશમાં છે. રાહુલ ગાંધીની યાત્રા મહારાષ્‍ટ્રના જલગાંવ જામોદના જસોંધી ગામ થઈને બુરહાનપુર થઈને મધ્‍યપ્રદેશમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધીના સ્‍વાગત માટે અહીં ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. સ્‍વાગત બાદ રાહુલ ગાંધીએ ત્‍યાં હાજર લોકો અને પાર્ટી કાર્યકર્તાઓને પણ સંબોધિત કર્યા હતા.

સંબોધન દરમિયાનની થોડી મિનિટોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જ્‍યાં રાહુલ પોતાની પદયાત્રાની દિનચર્યા વિશે જણાવી રહ્યા છે, અંતે તેઓ પી.એમ. મોદીની તેઓ નકલ કરતા પણ જોવા મળેલ.

આ વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધી સ્‍ટેજ પર છે અને લોકોને સંબોધિત કરી રહ્યા છે. તે કહે છે, ભાઈઓ, હમણાં જ કમલનાથજીએ મને પૂછયું, રાહુલ, તમે થાકયા નથી? ભાઈઓ અને બહેનો, મારો ચહેરો થાકેલા દેખાય છે. હું ૨ હજાર કિલોમીટર ચાલ્‍યો છું. કોઈ થાક નથી, એક સેકન્‍ડનો થાક નથી, હું તમને કહું છું, હું સવારે ઉઠું છું અને ચાલવાનું શરૂ કરું છું. હું સવારે ૬ વાગે ચાલવા કરતાં રાત્રે ૮ વાગ્‍યે વધુ ઝડપથી ચાલુ છું. આવું કેમ થઈ રહ્યું છે, આ એક અજીબ વાત છે, હું ૨૦૦૦ કિલોમીટર ચાલીને આવ્‍યો છું.

રાહુલ ગાંધીના આ શબ્‍દો સાંભળીને ભીડ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાડેલ. રાહુલ ગાંધી થોડો સમય રોકાય છે અને પછી લોકોને રોકવાનો પ્રયાસ કરે છે. તે પહેલા લોકોને ભાઈઓ-બહેનો કહે છે. આ પછી, મસ્‍તીના મૂડમાં, તે પીએમ મોદીની નકલ કરે છે અને ભાઈઓ, બહેનો અને મિત્રો કહે છે. તેના મિત્રો કહેતાની સાથે જ ભીડ અને ઉત્‍સાહ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક રાહુલના સમર્થનમાં આ અંગે ટિપ્‍પણીઓ લખી રહ્યા છે તો કેટલાક તેની વિરુદ્ધ પણ છે.

(1:43 pm IST)