Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મારી પત્ની HIV પોઝીટીવ છે મને છૂટાછેડા અપાવો: ખોટો દાવો કરનાર પતિને છૂટાછેડા આપવાનો બોમ્બે હાઈકોર્ટનો ઇન્કાર

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં જ એક પુરુષને છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો જેણે ખોટો દાવો કર્યો હતો કે તેની પત્ની એચઆઈવી પોઝીટીવ છે [પ્રસન્ના કૃષ્ણજી મુસળે વિ નીલમ પ્રસન્ના મુસળે].

કોર્ટે અવલોકન કર્યું કે પતિએ તેની પત્ની એચઆઈવી પોઝીટીવ છે તે સાબિત કરવા માટે કોઈ નિષ્ણાતની તપાસ કરી ન હતી જ્યારે પત્ની દ્વારા સબમિટ કરાયેલ મેડિકલ રિપોર્ટમાં હકીકતમાં તે સાબિત થયું હતું કે તે એચ.આઈ.વી.પોઝીટીવ નથી.

પત્નીએ એચઆઈવી પોઝીટીવ ટેસ્ટ કરાવ્યો હોવાના કારણે તે માનસિક ત્રાસ સહન કરી રહ્યો હોવાના આધારે આ વ્યક્તિએ છૂટાછેડાની માંગણી કરી હતી.

ન્યાયમૂર્તિ નીતિન જામદાર અને શર્મિલા યુ દેશમુખની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે અરજદારે તેની પત્ની એચઆઈવી પોઝીટીવ છે તે સ્થાપિત કરવા માટે કોઈ નિષ્ણાતની તપાસ કરી ન હતી અને તેનાથી વિપરિત, પત્ની દ્વારા સબમિટ કરાયેલ તબીબી અહેવાલ, હકીકતમાં તે નથી એવું સ્થાપિત કરે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:19 pm IST)