Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

મની લોન્ડરિંગ કેસમાં જેક્લીનના જામીન પર ૧૨ ડિસેમ્બરે સુનાવણી

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને રાહત મળી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાર્જશીટમાં અભિનેત્રીને આરોપી તરીકે નામ આપ્યું છે, ત્યારથી તેઓ તેની ધરપકડની માગ કરી રહ્યા છે

નવી દિલ્હી, તા.૨૪ : બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને રાહત મળી છે. સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થવાની હતી. કોર્ટમાં જેકલીન ફર્નાન્ડીઝ સામે લાગેલા આરોપો પર કોઈ ચર્ચા થઈ ન હતી અને સુનાવણી ૧૨ ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હતી. એટલે કે હવે જેકલીન ફર્નાન્ડીઝને મળેલા જામીન પર નિર્ણય ૧૮ દિવસ પછી લેવામાં આવશે. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસના મામલામાં જોડાયા ત્યારથી જ જેકલીન મુશ્કેલીમાં છે. જ્યારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની ચાર્જશીટમાં અભિનેત્રીને આરોપી તરીકે નામ આપ્યું છે, ત્યારથી તેઓ તેની ધરપકડની માંગ કરી રહ્યા છે. વિશેષ ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિક, એ ઈડી દ્વારા રજૂ કરાયેલી દલીલો સાંભળવાની અને રૃ. ૨ લાખના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમની જામીન આપવાની શરતે જામીન આપ્યા હતા. ગત સુનાવણી દરમિયાન ઈડીએ કોર્ટમાં દલીલ કરી હતી કે જેકલીન સરળતાથી દેશ છોડીને ભાગી શકે છે કારણ કે તેની પાસે પૈસાની કોઈ કમી નથી. આના પર કોર્ટે સવાલ કર્યો કે જ્યારે એલઓસી જારી કરવામાં આવ્યું હતું અને બાકીના આરોપીઓ જેલમાં હતા તો અભિનેત્રીની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી. તે જ સમયે, જેકલીન પાસેથી જામીન માંગવામાં આવ્યા હતા કે કસ્ટડીની કોઈ જરૃર નથી કારણ કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. કોનમેન સુકેશ ચંદ્રશેખર દ્વારા અભિનેત્રી જેકલીનને કરોડો રૃપિયાની ગિફ્ટ આપવામાં આવી હતી અને અત્યાર સુધી આ મામલે ઘણા લોકોની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી છે. હવે જેકલીન ફર્નાન્ડિઝ ધરપકડનો સામનો કરી રહી છે. હાલમાં ૧૨ ડિસેમ્બરે કોર્ટના નિર્ણય બાદ જ ખબર પડશે કે જેકલીનને આ મામલે રાહત મળે છે કે પછી તેની મુશ્કેલીઓ વધુ વધવાની છે.

(7:43 pm IST)