Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ચીનમાં ફરી એકવાર કોરોનાનો કહેરઃ એક જ દિવસમાં ૩૨ હજાર વધુ કેસ

ચીનની સરકારે ઘણા શહેરોમાં લોકડાઉન કરી દીધું છેઃ કોવિડના કડક નિયમો લાગુ

બીજીંગ, તા.૨૪: ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્‍યા છે. બુધવારે ચીનમાં કોવિડ કેસની સંખ્‍યામાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. આરોગ્‍ય અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ચીનમાં ગયા દિવસે ૩૧૬૫૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ચીનમાં કોવિડપ્ર૧૯ના કેસમાં એક દિવસમાં આ સૌથી મોટો ઉછાળો છે. આ આંકડા એપ્રિલના મધ્‍યમાં નોંધાયેલા ૨૯,૩૯૦ ચેપ કરતાં વધુ છે. એક દિવસ પહેલા ચીનમાં કોરોનાના ૨૮૦૦૦ થી વધુ નવા કેસ નોંધાયા હતા.

ચીનમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારે છ મહિના પછી એક વળદ્ધનું કોરોનાથી મોત થયું હતું. કોરોના સંક્રમિતોની સંખ્‍યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેને જોતા ચીનની સરકારે ઘણા શહેરોમાં લોકડાઉન કરી દીધું છે. આરોગ્‍ય વિભાગની ટીમ વધુમાં વધુ કોરોના ટેસ્‍ટિંગ અને ક્‍વોરેન્‍ટાઈન પર ભાર આપી રહી છે.

ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કોવિડના કડક નિયમો લાગુ કરવામાં આવ્‍યા છે. આજથી રાજધાનીમાં જાહેર સ્‍થળોએ પ્રવેશના ૪૮ કલાક પહેલા નેગેટિવ પીસીઆર કોવિડ ટેસ્‍ટ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્‍યો છે. એટલે કે, લોકોએ હવે શોપિંગ મોલ, હોટલ, સરકારી ઓફિસોમાં જવા માટે કોવિડ રિપોર્ટ બતાવવો પડશે. આ સાથે લોકોને જરૂર પડ્‍યે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.

(11:30 am IST)