Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

૧૭ વર્ષના યુવકને છે આ અજબ બીમારીઃ રીંછની જેમ ચહેરા પર ઉગી નિકળે છે વાળ

ભોપાલ,તા. ૨૪: મધ્‍યપ્રદેશના રતલામમાં ૧૭ વર્ષના એક યુવકના ચહેરા પર વાળ ઉગવાથી ચહેરો ઢંકાઇ ગયો છે. આ દુલર્ભ અને અસામાન્‍ય ગણાતી બીમારી છે. ચહેરો જ નથી શરીરના બીજા ભાગોમાં પણ વાળ ઉગી નિકળે છે. આથી શરીરનો દેખાવ રીંછ જેવો દેખાવ લાગે છે.  રતલામ પાસે આવેલા નંદલેટા ગામમાં રહેતા યુવાનનું નામ લલીત પાટીદાર છે શરીર પર ઉગી નિકળતા અનિચ્‍છિનિય વાળથી મુશ્‍ક્‍લીમાં મકાઇ ગયો છે તેને ખૂબજ અપમાન પણ સહન કરવું પડે છે. તે નજીક આવે ત્‍યારે લોકો ડરી જાય છે એમાં તેનો કોઇ જ વાંક નથી.

આમ તો આ તકલીફ ઘણા સમયથી હતી પરંતુ એક સ્‍થાનિક સમાચારપત્રમાં સ્‍ટોરી પ્રગટ થતા તે સોશિયલ મીડિયામાં જાણીતો બન્‍યો હતો. લોકો લલીતની હિંમતની દાદ આપીને રોગ સામે લડવા માટે હિંમત આપી રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વેયરવોલ્‍ફ સિન્‍ડ્રોમ નામની બીમારી છે. જેમાં ચહેરા સહિત શરીરના દરેક ભાગમાં ઘટાટોપ કાળા વાળ ઉગી નિકળે છે. આથી તે માણસ જંગલી જાનવર જેવો લાગવા લાગે છે. કયારેક તો રીંછ સમજીને લોકો ચીડવવા લાગે છે. એક બે વાર તો પથ્‍થર માર્યા હોવાનું પણ બન્‍યું છે. શરુઆતમાં ઓછા અને આછા વાળ હતા પરંતુ શરીર પરથી વાળ કાપવાની શરુઆત કરી એ પછી ગ્રોથમાં વધારો થયો છે.

આ એક એવી બીમારી  છે જેનો કોઇ ઇલાજ નથી દુનિયામાં આ બીમારીના ૫૦ જેટલા કેસ જોવા મળે છે. આ રોઇ આનુવાંશિક બીમારી નથી, કારણ કે ઘરના કોઇ પણ સભ્‍યને જોવા મળતી નથી. પહેલા કોઇ દાદા કે પરદાદાને થઇ હોવાનું પણ જાણવા મળતું નથી. લલીત પાટીદાર ૧૨ માં ધોરણમાં અભ્‍યાસ કરે છે. તેના પિતા ખેડૂત જયારે માતા ગૃહીણી છે. અભ્‍યાસ ઉપરાંત બાકીના સમયમાં માતા પિતાને ખેતીકામમાં મદદ કરે છે.

(10:15 am IST)