Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

નોકરીના પ્રોબેશન પીરીઅડ દરમિયાન, એમ્પ્લોયર કર્મચારીની છટણી કરી શકે છે : કર્મચારીએ નોકરી મેળવતી વખતે કોઈ માહિતી છુપાવી હોવાનું જાણવા મળે તો નોટિસ આપ્યા વિના સેવા સમાપ્ત કરવાનો એમ્પ્લોયરને અધિકાર છે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ન્યુદિલ્હી : તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે નોકરીના પ્રોબેશન પીરીઅડ દરમિયાન, એમ્પ્લોયર કર્મચારીની છટણી કરી શકે છે. કર્મચારીએ નોકરી મેળવતી વખતે કોઈ માહિતી છુપાવી હોવાનું જાણવા મળે તો નોટિસ આપ્યા વિના સેવા સમાપ્ત કરવાનો એમ્પ્લોયરને અધિકાર છે .

કોર્ટે અવતાર સિંઘ વિ. યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં એમ્પ્લોયરના  નિર્ણયને માન્ય રાખ્યો હતો, જેમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે  વેરિફિકેશન ફોર્મ માટે ચોક્કસ માહિતી પૂરી પાડવાની હોય છે, તો નોકરી માટે અરજી કરનારની ફરજ છે કે તે સંપૂર્ણ વિગત આપવા માટે બંધાયેલો છે.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પુનરોચ્ચાર કર્યો હતો કે કર્મચારીના પ્રોબેશન સમયગાળા દરમિયાન, જો કર્મચારીએ સત્ય છુપાવ્યું હોય તેવું જાણવા મળે તો એમ્પ્લોયર કર્મચારીની ઉમેદવારી રદ કરી શકે છે  અથવા નોટિસ વિના તેની સેવા સમાપ્ત કરી શકે છે. .

જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને હૃષિકેશ રોયની ડિવિઝન બેંચ દિલ્હી હાઈકોર્ટ દ્વારા 20 એપ્રિલ અને 29 એપ્રિલ 2008ના રોજ આપેલા આદેશોના સમૂહ સામે રાજેશ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી.

1994માં, અપીલકર્તાને દિલ્હી પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રતિવાદી સત્તાવાળાઓને વર્ષ 1996માં ફરિયાદ મળી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે અરજદાર આર્મીનો ત્યાગ કરનાર હતો અને તેણે 1992માં સશસ્ત્ર દળોને છોડી દીધા બાદ તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. જે તેણે તેના દ્વારા ભરેલા ફોર્મમાં જાહેર કર્યું નથી. તેથી, પ્રતિવાદી સત્તાવાળાઓએ પ્રોબેશન સમયગાળા દરમિયાન અપીલકર્તાની સેવાઓ સમાપ્ત કરી હતી. જેને અપીલકર્તા દ્વારા પડકારવામાં આવેલ.જેના અનુસંધાને નામદાર કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)