Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

મંગળ પર સૂર્યાસ્ત : ડૂબતા સૂરજ અને હળવી બ્લૂ લાઇટમાં ઝગમગતા આકાશનો નજારો

નવી દિલ્હીઃતા.૨૫: પૃથ્વીમાં તો વિભિન્ન જગ્યાઓથી સનસેટની તસવીરો અને દૃશ્યને તમે અનેક વાર જોયા હશે. પરંતુ કયારેય વિચાર્યુ છે કે સૌરમંડળના બાકીના ગ્રહોથી સનસેટ કેવો દેખાય છે? બની શકે કે મોટા ભાગના લોકોના દિમાગમાં આ સવાલ કયારેય ન આવ્યા હોય.

પરંતુ નાસાના વૈજ્ઞાનિકોના દિમાગમાં આ સવાલ પણ આવ્યો અને બાકીના ગ્રહોથી સનસેટ એટલે કે સૂર્યાસ્ત કેવો દેખાય છે તેની સુંદર તસવીર પણ શેર કરી છે. લાંબા સમયથી મંગળ ગ્રહ પર જીવનની શોધ કરી રહેલા નાસાના વૈજ્ઞાનિકોએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. સફેદ વાદળા, પહાડ જેવા દેખાઈ રહેલા પથ્થરોની વચ્ચે ડૂબી રહેલા સૂરજની તસવીરોને જોઈને એ અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે કે પૃથ્વી નહીં મંગળના ગ્રહની તસવીર છે.

આ તસવીરને શેર કરતા નાસાએ કેપ્શન લખી કે, 'લાલ ગ્રહ પર એક બ્લૂ સૂર્યાસ્ત. અમારી દ્રઢતા મંગળ રોવરે સૂર્યાસ્તની પહેલી તસવીર લીધી છે. નાસાની પોસ્ટ મુજબ એક તસવીર માસ્ટરકેમ - જેડ કેમેરા સિસ્ટમ દ્વારા ૯ નવેમ્બર ૨૦૨૧એ લીધી છે. મંગળગ્રહના સનસેટની તસવીરને મિશનના ૨૫૭માં દિવસે કેપ્ચર કરવામાં આવી છે.

નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મંગળ ગ્રહ પરથી સૂર્યાસ્તનો આ પહેલો ફોટો છે. નાસાએ ખુલાસો કર્યો છે કે લાલ ગ્રહ પર સૂર્યાસ્તનું અવલોકન ૧૯૭૦ના દશકાથી ચાલી રહ્યું છે. નાસાએ કહ્યું કે મંગળ ગ્રહનો સૂર્યાસ્ત સામાન્ય રીતે વિશિષ્ટ બ્લૂ રંગનો દેખાય છે. જે વાતાવરણની દ્યૂળથી ઉત્પન્ન થાય છે.

(10:57 am IST)