Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અહેમદ પટેલ કરતા તેમના પત્નિની વાર્ષિક આવક વધુ હતી

કોંગ્રેસના ચાણક્ય કરોડપતિ હતા : ચૂંટણી પંચને આપેલી એફિડેવિટ મુજબ પટેલની કુલ સંપત્તિ છ કરોડ ૫૧ લાખ ૯,૮૦૩ રુપિયા હતી

અમદાવાદ, તા. ૨૫ : કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલનું મોડી રાતે નિધન થયું હતું. પહેલા તેમને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનુ નિધન થયું હતું. નિધન બાદ અહેમદ પટેલની દફનવિધિ પૈતૃક ગામમાં કરવામાં આવશે.

ત્યાં અહેમદ પટેલ પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ મૂકીને ગયા છે અંગે મળતી માહિતી મુજબ ચૂંટણી પંચને આપેલી એફિડેવિટમાં જણાવ્યા અનુસાર અહેમદ પટેલની પોતાની વાર્ષિક આવક પંદર લાખ ૧૦ હજાર ૧૪૭ રૂપિયા હતી. તેમના કરતાં તેમનાં પત્ની મૈમુનાની આવક વધુ હતી.

ચૂંટણી પંચને આપેલી એફિડેવિટ અનુસાર મૈમુનાની વાર્ષિક આવક ૨૦,૧૫,૯૦૦ રૂપિયા હતી. પતિ-પત્નીની કુલ આવક ૩૫,૨૬,૦૪૭ રૂપિયા હતી. ૨૦૧૧થી ૨૦૧૭ વચ્ચે તેમની આવકમાં ૨૩ ટકાનો વધારો નોંધાયો હતો.

અહેમદ પટેલની એફિડેવિટમાં જણાવ્યા મુજબ તેમની કુલ સંપત્તિ કરોડ ૫૧ લાખ ,૮૦૩ની હતી. તેઓનું એક કરોડ રૂપિયાની બચત છે. જો કે અહમદ પટેલની આવકનું સાધન શું હતું એનો ખુલાસો એફિડેવિટમાં થયો નહોતો. જોકે તેમના સંતાનોની આવક અને કુલ સંપત્તિની વિગતો એફિડેવિટમાં આપવામાં આવી હતી.

(8:45 pm IST)