Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ભારતમાં અમેરિકન સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ - ટવીટ્રને ટક્કર આપવા સ્વદેશી સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ 'ટૂટર'નું આગમનઃ નરેન્દ્રભાઇ - અમિતભાઇ સહિતના એકાઉન્ટઃ 'મેક ઇન્ડિયા' અભિયાનને પ્રોત્સાહિત કરશે

નવી દિલ્હી : ભારતમાં અમેરિકન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરને ટક્કર આપવા માટે સ્વદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટૂટર લાવવામાં આવ્યું છે. કંપની તરફથી આ એપ વિશે જણાવવામાં આવ્યું છે કે, આ સ્વદેશી આંદોલન 2.0 છે. તો ચાલો શું નવું છે આ ટૂટરમાં….

→ ટૂટરને (Tooter) સ્વદેશી આંદોલન 2.0ના નામથી પ્રચાર કરવામાં આવ્યો છે.
→ અમેરિકન સોશિયલ મીડિયા કંપનીઓને ટક્કર આપવા માટે બનાવાયું છે સ્વદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
→ ‘મેક ઈન ઈન્ડિયા’ (Make In India) અભિયાનને પ્રોત્સાહિત કરશે આ એપ
→ પાર્લર જેવી ફ્રી સ્પીચ પ્લેટફોર્મ જેવી છે ટૂટર. ટર્મ અને સર્વિસ પણ પાર્લર જેવી જ છે
→ પાર્લર એક ફ્રી સ્પીચ પ્લેટફોર્મ છે. જે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોમાં ખૂબ જ લોકપ્રિય રહી છે. તેમનો આરોપ હતો કે,
ફેસબુક અને ટ્વીટર પક્ષપાત કરી રહ્યાં છે.

► શું છે ટૂટર? tooter Swadeshi App
ટૂટરના About Us પેજમાં જણાવ્યા અનુસાર, અમે ભારતનું પોતાના સ્વદેશી સોશિયલ નેટવર્ક હોય તેમ ઈચ્છીએ છીએ.

અત્યારે આપણે અમેરિકન ડિજિટલ જાયન્ટો પર નિર્ભર રહીએ છીએ. એમાં અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના રાજમાં કોઈ
ફરક નથી. ટૂટર (Tooter App) અમારુ સ્વદેશી આંદોલન 2.0 છે (Swadeshi App). તો તમે પણ અમારા સાથે જોડાવો.

» ટૂટરની શરૂઆત જૂન-જુલાઈમાં જ થઈ ગઈ હતી, પરંતુ એક પ્લેટફોર્મ તરીકે હાલ તે ચર્ચામાં છે
» જે પ્રકારે ટ્વીટરથી ટ્વીટ્સ કરવામાં આવે છે, તેવી જ રીતે ટૂટરમાં ટૂટ્સ કરી શકાય છે.
» કલર કૉમ્બિનેશન પણ ટ્વીટરની જેમ જ બ્લૂ અને વ્હાઈટ જ છે.

અત્યારે ટૂટરમાં (Tooter App) સામાન્ય લોકોની સાથે-સાથે અનેક મોટી હસ્તિઓ પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Modi) વેરિફાઈડ એકાઉન્ટ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સદ્દગુરુનું વેરિફાઈટ એકાઉન્ટ પણ અહીં જોવા મળે છે. ભાજપનું સત્તાવાર એકાઉન્ટ પણ આ પ્લેટફોર્મ પર છે. અભિષેક બચ્ચન અને વિરાટ કોહલીનું એકાઉન્ટ પણ ટૂટર પર છે.

ટૂટરમાં (Tooter App) એ બધું જ કરી શકાય છે, જે ટ્વીટરમાં કરવામાં આવે છે. સ્વદેશી ટૂટરને (Swadeshi App) એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, યૂઝર તેને ટ્વીટરની જેમ જ ફીલ કરી શકે છે. અહીં પ્રોફાઈલ, ન્યૂઝ ફીડ, ફૉલો પીપલ ટૂટ, Oops યૂ ટૂટ જેવા વિકલ્પ જોવા મળે છે. જેમાં ટ્વીટરની જેમ ચકલી નહીં, પરંતુ ભારતીય શંખનું સિમ્બોલ જોવા મળે છે.

ગૂગલ પ્લે સ્ટોરમાં ટૂટર (Tooter App) એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરવાનો વિકલ્પ છે, પરંતુ iOS એટલે કે iPhoneની એપ સ્ટોરમાં તે હાલ જોવા નથી મળી રહી.

ટૂટરથી (Tooter App) જોડાવા માટે તમારે આ એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે. જે બાદ તમારે કેટલીક જાણકારીઓ જેવી કે ઈમેઈલ આઈડી, ક્રિએટ પાસવર્ડ અને ન્યુ યુઝરનેમ ભરવું પડશે. જે બાદ તમે સાઈન-ઈન કરી શકશો.

(5:09 pm IST)