Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

૧ જાન્યુઆરીથી ગાડી પર Fastag લગાવવું બનશે ફરજિયાતઃ નહીંતર અટકી જશે વાહન સાથે જોડાયેલું જરૂરી કામ

નવી દિલ્હી, તા.૨૫: કેન્દ્ર સરકાર લોકોની વચ્ચે ટોલ કનેકશન માટે જરૂરી Fastagને લોકપ્રિય બનાવવા માટે કોઈ કસર નહીં છોડી રહી છે. હાલમાં જ સરકારે ટોલ પ્લાઝા પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે તેને ફરજિયાત કર્યુ હતું. તે સાથે જ સરકારે ગાડીનો વીમો કરાવવા માટે Fastag ને ફરજિયાત કરી દીધુ છે.

બધા પ્રકારની ગાડીઓ પર ૧ જાન્યુઆરી ૨૦૨૧થી ફાસ્ટેગ લગાવવું ફરિજાયત થશે. તેના વગર ટોલ પ્લાઝા પર ટોલ ટેકસ વસૂલવામાં આવશે નહી. તો ગાડીનો વીમો કરાવવા માટે પણ ફાસ્ટેગને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો વાહન વીમા વગર છે તો તમારી મુશ્કેલી વધી શકે છે. Fastag સરકારે વીમા વગર જ વાહનોની ઓળખાણ કરાવવામાં મદદ કરશે. થર્ડ પાર્ટી વીમા માટે Fastag નું વિવરણ પ્રદાન કરવું ફરજિયાત છે. તો ૧ એપ્રીલથી લાગુ વીમા માટે નવા નિયમ લાગુ થશે. જો ગાડી પર ફાસ્ટેગ નહી હોય તો આ વીમા કરાવવામાં વાહન માલિકોને પરેશાનીનો સામનો કરવો પડશે.

Fastag એક ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા કાયર્િાન્વત ઈલેકટોરનિક ટોલ સંગ્રહ પ્રણાલી છે. જે RFID આધારિત છે. NHAI ના મત પ્રમાણે Fastag પોતાના રાષ્ટ્રવ્યાપી કાર્યાન્વયનને બે મહિનાની અંદર રાષ્ટ્રીય રાજમાર્ગ પર યાત્રિઓના જીવનને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયુ છે.

આ પહેલા સરકારે ગાડીઓનું રજિસ્ટ્રેશન કરવા અને તેમને ફિટનેસ સર્ટિફિકેટ જાહેર કરતા સમયે ગાડીમાં લાગેલ ફાસ્ટેગની માહિતી લેવાનો નિર્દેશ આપ્યા હતા.

(3:36 pm IST)