Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અહેમદ પટેલ

અહેમદભાઇ આઠ - આઠ વખત સાસંદ રહી ચૂકેલાઃ નરેન્દ્રભાઇ તેમને કોંગ્રેસના ચાણકય ગણતા હતા

ઇન્દીરા ગાંધીએ સૌપ્રથમ વખત ભરૂચની ચૂંટણી લડાવી હતી, ગાંધી પરિવાર સાથે ગાઢ નાતો હતો

રાજકોટ : કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું ૭૧ વર્ષની ઉંમરે બુધવારે નિધન થઈ ગયું છે. તેઓ કોંગ્રેસના સંકટમોચક કહેવાતા હતા. સોનિયા ગાંધીના સૌથી અંગત સલાહકારોમાં ગણના થતી, સાથે કોંગ્રેસના શકિતશાળી નેતા હતા, કયારેય સરકારનો હિસ્સો નહોતા છતાં તેમની સલાહ અન્ય માટે સોનાની મનાતી ગાંધી પરિવાર સાથે અહેમદ પટેલનો સંબંધ ઈન્દિરાના સમયથી રહ્યો હતો. ૧૯૭૭માં માત્ર ૨૮ વર્ષના હતા, ત્યારે ઈન્દિરા ગાંધીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવી હતી.

કોંગ્રેસમાં અહેમદ પટેલનું કદ ૧૯૮૦ અને ૧૯૮૪ના સમયે વધ્યું, અહેમદ પટેલ રાજીવ ગાંધીના નજીક આવ્યા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી ૧૯૮૪માં લોકસભાની ૪૦૦ બેઠકની બહુમતી સાથે સત્ત્।ામાં આવ્યા હતા અને શ્રી પટેલને કોંગ્રેસ સાંસદ હોવા સિવાય પાર્ટીના સંયુકત સચિવ બનાવાયા હતા. તેમણે થોડાક સમય માટે સંસદીય સચિવ અને પછી કોંગ્રેસ મહાસચિવ પણ બનાવવામાં આવ્યા હતા. અહેમદ પટેલ ૮ વાર સાંસદ રહી ચૂકયા છે.

પાર્ટી માટે અડધી રાત્રે પણ ખડેપગે રહીને કોઈપણ કાર્યકર્તાને મદદે આવનાર અહેમદ પટેલની સ્ટ્રેટેજી કોંગ્રેસને ખૂબ કામ આવી છે.

અહેમદ પટેલને પી.એમ. મોદીએ કોંગ્રેસનાં ચાણકય કહ્યૉં અહેમદ પટેલના નિધનના સમાચારને પગલે પી.એમ મોદીએ જણાવ્યુ કે હું ખૂબ દુઃખી છું. જાહેર જીવનમાં તેઓ વર્ષોના અનુભવી હતા, પોતાના તેજ દિમાગ માટે તેઓ જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં તેમનો ફાળો હંમેશા યાદ રહેશે.

'મેં એક એવો સાથી ગુમાવ્યો કે જેની સમગ્ર જિંદગી કોંગ્રેસને સમર્પિત હતી. એક વિશ્વાસુ સાથી, મિત્ર અને કયારેય ખોટ ન પૂરાય તેવા માર્ગદર્શક મેં ગુમાવ્યા છે.. એમના પરિવાર માટે દુૅંખ અનુભવું છું અને તેમને સાંત્વના પાઠવું છું'.

(3:35 pm IST)