Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

૩૦ કરોડ લોકોને પહેલા વેકસીન અપાશેઃ ચૂંટણી જેવી મહાતૈયારીઃ પોલીંગ બુથ જેવા બનશે 'વેકસીન બુથ'

સૌ પહેલા કોરોના વોરીયર્સને વેકસીન અપાશેઃ નીતિ આયોગે તૈયાર કર્યો પ્લાન

નવી દિલ્હી, તા. ૨૫ :. કોરોનાને નિપટવા માટે હજુ ભલે કોઈ દવાને કેન્દ્ર તરફથી મંજુરી નહી મળી હોય પરંતુ ૩૦ કરોડ લોકોને વેકસીન આપવાની તૈયારી થઈ રહી છે. આમ તો દરેક દેશવાસીઓને રસી લગાવવાની યોજના છે પરંતુ સૌ પહેલા ૩૦ કરોડ લોકોને રસી લાગશે. સૌ પહેલા હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને સીનીયર સીટીઝનને વેકસીન આપવાની તૈયારી છે. વેકસીન માટે નિતી આયોગ તરફથી સૂચન થયા મુજબ ચૂંટણીમાં જે રીતે પોલીંગ બુથ બનાવવામાં આવે છે તેવા જ વેકસીન બુથ બનાવી લોકોને વેકસીન ઉપલબ્ધ કરાવાશે.

ગઈકાલે કેન્દ્ર તરફથી રાજ્યોને આ માટે તૈયારી કરવા જણાવાયુ છે. નીતિ આયોગના સભ્ય પોલે મુખ્યમંત્રીઓને કહ્યુ હતુ કે કોરોના વેકસીન લગાવવા માટે પોલીંગ બુથની જેમ ટીમો રચના થશે અને બ્લોક લેવલે રણનીતિ તૈયાર કરાશે. સરકારી તથા ખાનગી ડોકટરોને આ અભિયાનમાં જવાબદારી સોંપાશે. આ માટે જનભાગીદારી માટે પણ પ્રયાસો થશે અને તેઓને યોગ્ય ટ્રેનીંગ અપાશે.

દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાનને આ માટે તૈયારી કરવા જણાવાયુ છે કારણ કે ત્યાં કેસ અને મોત વધી રહ્યા છે.

(3:30 pm IST)