Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

દુષ્કર્મ પીડિતાના ફોટો-વીડીયો ઇન્ટરનેટ ઉપર રહેવા નિજતાનું ઉલ્લંઘન

હાલ કોઇ એવો કાયદો નથી જેમાં સોશ્યલ મીડિયાના સર્વરમાંથી ફોટો-વીડીયો હંમેશા માટે હટાવી શકાયઃ જસ્ટીસ પાણીગ્રહી

ભુવનેશ્વર તા. રપ :.. ઓડીશા હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન જણાવેલ કે કોઇપણ દુષ્કર્મ પીડિતાની અશ્લીલ તસ્વીરો અને વીડીયો ઇન્ટરનેટ ઉપર રહેવી એ નિજતાનું ઉલ્લંઘન છે. કોર્ટે બળાત્કારના આરોપી યુવકની જામીન અરજી નકારી દીધી હતી.

જસ્ટીસ પાણીગ્રહીએ જણાવેલ કે, વર્તમાનમાં કોઇ કાયદો નથી કે જેમાં સોશ્યલ મીડીયાના સર્વરમાંથી કોઇ ફોટો કે વિડીયો હંમેશા માટે હટાવી શકાય. કોર્ટે જણાવેલ કે  પબ્લીક ડોમેનમાં માહિતી ટુથપેસ્ટની જેમ હોય છે, એકવાર કાઢયા પછી પાછી નથી નાખી શકાતી ઇન્ટરનેટ ઉપર પણ કોઇ માહિતી એક વખત જાહેર થયા બાદ તેને હટાવી શકાતી નથી.

(11:30 am IST)