Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

દેશમાં કોરોનાના કેસ ૯૨ લાખ ઉપર

૨૪ કલાકમાં ૪૪૩૭૬ કેસઃ ૪૮૧ મોતઃ કુલ મૃત્યુઆંક ૧૩૪૬૯૯: વિશ્વમાં ૫.૯૪ કરોડ કેસ નોંધાયાઃ ૧૪.૦૧ લાખ લોકોના મોતઃ ૧.૬૯ કરોડ એકટીવ કેસ

નવી દિલ્હી, તા. ૨૫ :. દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો ૯૨ લાખને પાર કરી ગયો છે. અત્યાર સુધીમાં ૯૨,૨૨,૨૧૬ લોકો કોરોના પોઝીટીવ જાહેર થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૪૩૭૬ કેસ મળ્યા છે અને ૪૮૧ લોકોના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૧૩૪૬૯૯ લોકોના મોત થયા છે. તો ૮૬૪૨૭૭૧ લોકો સાજા પણ થયા છે. હાલ એકટીવ કેસ ૪૪૪૭૪૬ છે. એટલે કે તેઓનો ઈલાજ ચાલી રહ્યો છે.

દેશમાં ગઈકાલે ૧૧૫૯૦૩૨ લોકોનુ ટેસ્ટીંગ કરવામાં આવ્યુ આ સાથે અત્યાર સુધીમાં ૧૩૪૮૪૧૩૦૭ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ છે.

વિશ્વમાં ૫.૯૪ કરોડ લોકો પોઝીટીવ થયા છે. આમાથી ૪.૧૧ કરોડ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં ૧૪.૦૧ લાખ લોકોના મોત થયા છે. હાલ ૧.૬૯ કરોડ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે.

  • અમેરીકાની પાછળ આદુ ખાઈને પડી ગયેલ કોરોના : સતત આજે પણ પોણા બે લાખ નવા કેસો : ભારતમાં નવા ૪૪૦૦૦ કેસ : દુબઈમાં પણ કોરોના આંક વધવા લાગ્યો : નવા ૧૩૦૦ કેસ : ન્યુઝીલેન્ડમાં નવો ૧ કેસ

અમેરીકા      :     ૧,૭૫,૦૪૭ નવા કેસો

ભારત        :     ૪૪,૩૭૬ નવા કેસો

બ્રાઝિલ       :     ૩૩,૪૪૫ નવા કેસો

રશિયા       :     ૨૪,૩૨૬ નવા કેસો

ઇટાલી        :     ૨૩,૨૩૨ નવા કેસો

જર્મની       :     ૧૬,૨૫૮ નવા કેસો

ઇંગ્લેંડ        :     ૧૧,૨૯૯ નવા કેસો

ફ્રાન્સ         :     ૯,૧૫૫ નવા કેસો

કેનેડા         :     ૪,૮૮૯ નવા કેસો

જાપાન       :     ૧,૫૭૧ નવા કેસો

યુએઈ        :     ૧,૩૧૦ નવા કેસો

બેલ્જીયમ     :     ૧,૧૨૩ નવા કેસો

દક્ષિણ કોરિયા      :     ૩૪૯ નવા કેસો

 હોંગકોંગ     :     ૮૦ નવા કેસો

ઓસ્ટ્રેલિયા   :     ૧૪ નવા કેસ

ન્યુઝીલેન્ડ    :     ૧ નવો કેસ

  • ભારતમાં કોરોના ઉડતી નજરે

નવા કેસો    :     ૪૪,૩૭૬ નવા કેસો

નવા મૃત્યુ    :     ૪૮૧

સાજા થયા   :     ૩૭,૮૧૬

કુલ કોરોના કેસો   :     ૯૨,૨૨,૨૧૭

એકટીવ કેસો :     ૪,૪૪,૪૭૬

કુલ સાજા થયા    :     ૮૬,૪૨,૭૭૧

કુલ મૃત્યુ     :     ૧,૩૪,૬૯૯

૨૪ કલાકમાં ટેસ્ટ  :     ૧૧,૫૯,૦૩૨

કુલ ટેસ્ટ      :     ૧૩,૪૮,૪૧,૩૦૭

  • વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૧,૨૯,૫૫,૦૦૭ કેસો

ભારત        :     ૯૨,૨૨,૨૧૭ કેસો

બ્રાઝીલ       :     ૬૧,૨૧,૪૪૯ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(3:58 pm IST)