Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

માસ્ક ન પહેર્યું તો મહિલા પોલીસે વીજ કર્મચારીને મારી થપ્પડ તો ૩૫ ગામની બત્તી થઇ ગુલ

વીજ કર્મચારીઓ રોષે ભરાયા હતા અને વીજળી ઘર ખાતે ધરણા પર બેઠા હતા

લખનૌ,તા. ૨૫: ઉત્ત્।ર પ્રદેશના જિલ્લા જનપદ પોલીસ સ્ટેશનના કુંવરગાંવ વિસ્તારમાં ચેકીંગ દરમિયાન માસ્ક ન પહેરવા બદલ મહિલા પોલીસે એસ.એસ.ઓ.ને થપ્પડ મારી હતી અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ જઈ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે વીજ કર્મચારીઓ રોષે ભરાયા હતા અને વીજળી ઘર ખાતે ધરણા પર બેઠા હતા. આ ઉપરાંત વીજળી વિભાગના કર્મચારીઓએ વિરોધમાં ૩૫ ગામોની લાઇટ કાપી હતી.

પીડિત સુનિલ કુમારે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી છે કે તે પેટમાં દુખાવાની દવા લેવા જતો હતો અને તે જ સમયે ચોકડી પર ચેકિંગ ચાલુ હતું. કુંવરગાંવ પોલીસ મથકમાં તૈનાત ઈન્સ્પેકટર શર્મિલા શર્મા તપાસ કરી રહ્યા હતા અને તેમણે અટકાવી માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં જયારે એસએસઓ સુનિલ કુમારે જેઇ સાથે વાત કરવા માટે તેનો મોબાઈલ કાઢ્યો ત્યારે મહિલા પોલીસ અધિકારીએ મોબાઈલ છીનવી લીધો અને તેને થપ્પડ મારી દીધી.

સુનિલના કહેવા પ્રમાણે માર માર્યા બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને લોકઅપમાં બંધ કરી દેવાયા હતા. દ્યટનાની માહિતી મળતા જ વીજળી વિભાગના કર્મચારીઓ સુનિલને બચાવવા પહોંચ્યા હતા. પરંતુ જયારે તેને છોડવામાં ન આવ્યા તો કર્મચારીઓ પોલીસ મથકે દેખાવો શરૂ કરી દીધા હતા અને પાવર સબ સ્ટેશન પર ધરણા પર બેઠા હતા. આ પછી કર્મચારીઓએ નગર સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો પણ બંધ કરી દીધો હતો જેના કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો.

સાંજે સીઓ સિટી ઘટના સ્થળે પહોંચી કર્મચારીઓને કાર્યવાહીની ખાતરી આપીને વીજ પુરવઠો શરૂ કર્યો હતો. આ દરમિયાન લગભગ ત્રણ કલાક સુધી વીજળી બંધ રહી હતી. પરંતુ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. સુનીલ કુમાર સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

(9:14 am IST)