Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

રાજકીય સફર

ઇંદિરા ગાંધીથી લઇને સોનિયા સુધી, ગાંધી પરિવારના ઘણા ભરોસાપાત્ર રહ્યાં અહેમદ પટેલ

સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા: ત્રણ વખત લોકસભા સાંસદ અને પાંચ વખત રાજયસભાના સાંસદ રહ્યાં

નવી દિલ્હી,તા. ૨૫: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું ૭૧ વર્ષની વયે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. તેઓની કોરોનાને લઇને છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. ત્યારે અહેમદ પટેલની રાજકીય સફરની વાત કરીએ તો ઇંદિરા ગાંધીથી લઇને સોનિયા સુધી ગાંધી પરિવારના એક મહત્વપૂર્પણ અને ભરોસાપાત્ર રહ્યાં.

ગુજરાત ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત (૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૪) લોકસભા સાંસદ અને પાંચ વખત (૧૯૯૩, ૧૯૯૯, ૨૦૦૫, ૨૦૧૧, ૨૦૧૭ વર્તમાન સુધી)  રાજયસભાના સાંસદ રહી ચૂકયા હતા. અહેમદ પટેલે પહેલી વખત ૧૯૭૭જ્રાક્નત્ન ભરુચથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ ૬૨,૮૭૯ મતથી જીત્યા.

તે સિવાય ૧૯૭૭દ્મક ૧૯૮૨ સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં. સપ્ટેમ્બર ૧૯૮૩થી ડિસેમ્બર ૧૯૮૪ સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં. ૧૯૮૫માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યાં.

સપ્ટેમ્બર ૧૯૮૫થી જાન્યુઆરી ૧૯૮૬ સુધી અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય સફર શરુકરનારા અહેમદ પટેલ જાન્યુઆરી ૧૯૮૬માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. જે ઓકટોબર ૧૯૮૮ સુધી રહ્યાં. ૧૯૯૧માં જયારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા.

૧૯૯૬માં અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જો કે ૨૦૦૦માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જયોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.

અહેમદ પટેલે ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા. ૧૯૭૭માં ચૂંટણીમાં જયારે ઇંદિરા ગાંધીને તખ્તો પલટવાની આશંકા હતી, ત્યારે આ અહેમદ પટેલ જ હતા કે જેઓએ પોતાની વિધાનસભા સીટ પર બેઠક આોજીત કરી રાજી કરીલીધા હતા.

૧૯૭૭માં જયારે ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો ત્યારે ગુજરાતમાં માત્ર થોડા નેતાઓમાંથી એક અહેમદ પટેલ એવા હતા જે  સંસદ પહોંચ્યા હતા. ૧૯૮૦ના ચૂંટણીમાં જયારે કોંગ્રેસે વાપસી કરી ત્યારે ઇંદિરા ગાંધીએ અહેમદ પટેલની કેબિનેટમાં સામેલ કરવાની ઇચ્છા, ત્યારે તેમણે સંગઠનના કામને પ્રાથમિકતા આપી.

અહેમદ પટેલને ૧૦ જનપથના ચાણકય કહેવાતા હતા. તેઓ કોંગ્રેસ પરિવારમાં ગાંધી પરિવારના સૌથી નજીકના અને ગાંધી બાદ 'નંબર- ૨' માનવામાં આવતા હતા. ઘણા તાકતવર અસરવાળા અહેમદ પટેલ પોતાને લો-પ્રોફાઇલ રાખતા હતા, સાઇલેંટ અને દરેક વ્યકિત માટે સીક્રેટિવ હતા. ગાંધી પરિવાર સિવાય કોઇને ખબર રહેતી નહોતી કે તેઓ શું વિચારી રહ્યાં હતા.

(9:11 am IST)