Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

મહારાષ્ટ્ર કોકડું : રાજ્યપાલ તરફથી જોરદાર તર્ક અપાયા

તરત ફ્લોર ટેસ્ટનો આદેશ ન કરી શકાય : ભાજપ : અરજી કરનાર લોકો ૧૨મી નવેમ્બર બાદ રાજ્યપાલની પાસે કેમ ન ગયા : રાજ્યપાલના વકીલની જોરદાર દલીલ

નવી દિલ્હી, તા. ૨૫ : મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટના મામલામાં આવતીકાલે મંગળવારના દિવસે સુનાવણી કરવામાં આવનાર છે. આજે રાજ્યપાલ તરફથી પણ રજૂ થયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, કઇરીતે રાજ્યપાલે દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારને શપથ અપાવી હતી. તેઓએ રાજ્યપાલને પત્રો સોંપ્યા હતા. સમર્થનના પત્ર પહેલા મરાઠી ભાષામાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે, અંગ્રેજી અનુવાદ ક્યાં છે. ત્યારબાદ તુષાર મહેતા અંગ્રેજીવાળા પત્રો પણ સોંપ્યા હતા. ત્યારબાદ કોર્ટે આને વાંચવાની શરૃઆત કરી હતી. તેઓએ દલીલ કરી હતી કે, રાજ્યપાલે નવમી નવેમ્બર સુધી ઇંતજાર કર્યો હતો. પહેલા ભાજપે ઇન્કાર કરી દીધો હતો. ૧૦મી તારીખે શિવસેનાને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે શિવસેનાએ પણ ઇન્કાર કરી દીધો છે.                 

               ત્યારબાદ ૧૧મી નવેમ્બરના દિવસે એનસીપીએ પણ ઇન્કાર કરી દીધો હતો જેથી રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાનો નિર્ણય કરાયો હતો. મહેતાએ રાજ્યપાલને સોંપવામાં આવેલા પત્રના આધાર પર કહ્યું હતું કે, આજકારણસર તેઓએ શપથવિધિ કરાવી હતી. તેઓએ સુપ્રીમ કોર્ટમાં ૨૨મી નવેમ્બરના દિવસે એનસીપીના નેતા અજીત પવારના પત્રને સોંપ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એનસીપીના તમામ ૫૪ ધારાસભ્યો દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે અને સરકાર બનાવવા અભિકૃત કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ૧૨મી નવેમ્બર બાદ રાજ્યપાલની પાસે અરજી કરનાર લોકો કેમ ગયા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, આદેશની દુરગામી અસર થશે જેથી વિસ્તૃત સુનાવણી બાદ આદેશ જારી કરવામાં આવે તે જરૃરી છે જે પત્રો રાજ્યપાલને સોંપવામાં આવ્યા હતા તે કાયદાકીયરીતે બિલકુલ યોગ્ય હતો. મહેતાએ કહ્યું હતું કે, રાજ્યપાલે પોતાની સમજ મુજબ નક્કી કરવામાં આવેલી સમય મર્યાદામાં કામ કર્યું છે.

                      જો સુપ્રીમ દ્વારા ફ્લોર ટેસ્ટ માટે સમય નક્કી કરવામાં આવશે તો એમ લાગશે કે સુપ્રીમ કોર્ટ રાજ્યપાલની ઉપર અપીલ અધિકારનો ઉપયોગ કરી રહી છે. વિરોધ પક્ષોને ભાગલા પડવાની દહેશત દેખાઈ રહી છે જેથી લોકો ઉતાવળ કરી રહ્યા છે. ભાજપ અને ફડનવીસ તરફથી ઉપસ્થિત રહેલા વકીલ મુકુલ રોહતાગીએ કહ્યું હતું કે, એક પવાર કેન્દ્ર પાસે છે. એક પવાર અમારી પાસે છે. અજીત પવાર દાવો કરી ચુક્યા છે કે, તેમની પાસે એનસીપી ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે જસ્ટિસ સંજીવ ખન્નાએ પ્રશ્ન કર્યો કે, મુખ્યમંત્રીની પાસે બહુમતિ છે કે કેમ તે અંગે રોહતાગીએ કહ્યું હતું કે, તેમની વચ્ચે મતભેદ છે કે કેમ તે અંગે તેઓ જાણતા નથી. દેવેન્દ્ર ફડનવીસના વકીલે કહ્યું હતું કે, રાજ્યપાલે મહીનાઓનો સમય આપ્યો નથી. સુપ્રીમ કોર્ટ રાજ્યપાલને ૨૪ કલાકની અંદર ફ્લોર ટેસ્ટ કરાવવા માટેના આદેશ જારી કરી શકે નહીં.

(8:06 pm IST)