Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

BSNLની નવી ઓફર : ૭ મહિનાની વેલીડિટી સાથે દરરોજ મેળવો 2GB ડેટા

આ પ્લાનમાં જો તમે એક વખત રિચાર્જ કરાવી લો તો સાત મહિના સુધી રિચાર્જ કરવું પડશે નહીં

નવી દિલ્હી,તા.૨૫: બીએસએનએલ (BSNL)એ તાજેતરમાં દ્યણા નવા પ્રીપેઇડ પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાન લાંબી વેલિડિટી સાથે આવે છે. ૯૯૮ રૂપિયાના પ્લાન વિશે વાત કરીએ આ તે ગ્રાહકોને ઉપયોગમાં આવશે કે જેઓ લાંબા સમય સુધી માન્યતા ઇચ્છતા હોય. ૯૯૮ રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને ૭ મહિનાની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ પ્લાન પૂરા દેશમાં લાગુ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકોને દરરોજ ૨ જીબી ડેટા આપવામાં આવે છે.

બીએસએનએલનો આ પ્લાન એસટીવી છે અને તેમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને એસએમએસ આપવામાં આવશે નહીં. આ પ્લાનની માન્યતા ૨૧૦ દિવસ એટલે કે ૭ મહિના છે, જેનો અર્થ છે કે ગ્રાહકો ૭ મહિના માટે ૪૨૦GB ડેટાનો ઉપયોગ કરી શકશે.

ટેલિકોમટોકના તાજેતરમાં જ અહેવાલ મુજબ બીએસએનએલએ પણ રૂ. ૩૬૫ નો પ્લાન રજૂ કર્યો છે, જે લાંબા સમય સુધી માન્યતા સાથે વધુ ડેટા સાથે આવે છે. કંપનીએ આ પ્લાનની માન્યતા ૩૬૫ દિવસ સુધી રાખી છે. આ પ્લાનમાં દરરોજ ૨૫૦ વોઇસ કોલિંગ મિનિટ આપવામાં આવશે, જે તમામ નેટવર્ક માટે હશે. આ ઉપરાંત આ પ્રિપેઇડ પ્લાનમાં દરરોજ ૨ જીબી મોબાઈલ ડેટા આપવામાં આવી રહ્યો છે, જે ફકત ૬૦ દિવસનો રહેશે.

એવું કહેવામાં આવ્યું હતું કે હાલમાં આ પ્લાન તમિલનાડુ, કેરળ, ચેન્નાઈ અને બાકીના સર્કલના ગ્રાહકો માટે શરૂ કરવામાં આવ્યો છે, આ પ્લાનની માન્યતા ૩૬૫ દિવસ છે, પરંતુ મફત કોલિંગનો લાભ ૬૦ દિવસનો છે. એટલે કે આમાં ગ્રાહક કોઈપણ નેટવર્ક પર ૬૦ દિવસ માટે દરરોજ ૨૫૦ મિનિટ કોલ કરી શકે છે.

(11:59 am IST)