Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

અફઘાનિસ્તાનની સૌથી મોટી જીત : સ્કોટલેન્ડને 130 રનથી હરાવ્યું :મુજીબ રહેમાને 5 વિકેટ લીધી

અફઘાનિસ્તાને ચાર વિકેટે 190 નો વિશાળ સ્કોર ખડક્યો :સ્કોટલેન્ડને 10.2 ઓવરમાં 60 રન બનાવી આઉટ કરી દીધું :નજીબુલ્લાહ ઝાદરાને ફિફટી ફટકારી ; રાશિદ ખાને ચાર અને નવીન-ઉલ-હકે એક વિકેટ લીધી

મુંબઈ :અફઘાનિસ્તાનના અનુભવી નજીબુલ્લાહ ઝાદરાનની અડધી સદી અને મુજીબ ઉર રહેમાન (20 માં 5) ની ઘાતક બોલિંગની મદદથી  આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 સુપર 12 ગ્રુપ -2 મેચમાં અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને 130 રનથી હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ચાર વિકેટે 190 નો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ત્યારબાદ સ્કોટલેન્ડને 10.2 ઓવરમાં 60 રન બનાવી આઉટ કરી દીધું હતું. સ્કોટલેન્ડ માટે જ્યોર્જ મુન્સેએ સૌથી વધુ 25રન બનાવ્યા હતા. તેના સિવાય ક્રિસ ગ્રીવસે 12 અને કેપ્ટન કાઈલ ઝેઈટ્ઝરે 10 રન બનાવ્યા હતા.

અફઘાનિસ્તાન તરફથી મુજીબની પાંચ વિકેટ ઉપરાંત રાશિદ ખાને ચાર અને નવીન-ઉલ-હકે એક વિકેટ લીધી હતી. T20I માં રનના સંદર્ભમાં અફઘાનિસ્તાનની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ટીમે આ પહેલા 2013માં આ જ મેદાન પર કેન્યાને 106 રનથી હરાવ્યું હતું. ટી 20 વર્લ્ડ કપમાં રનની દ્રષ્ટિએ કોઈપણ ટીમ માટે આ ત્રીજી સૌથી મોટી જીત છે. આ સિવાય ટી 20 વર્લ્ડ કપમાં કોઈપણ ટીમનો આ પાંચમો સૌથી ઓછો સ્કોર છે.

અફઘાનિસ્તાને અનુભવી નજીબુલ્લાહ ઝદરાનની અડધી સદી અને ટોચના ક્રમના અન્ય બેટ્સમેનોની શાનદાર બેટિંગના આધારે ચાર વિકેટે 190 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

(12:38 am IST)