Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સેશન્સ કોર્ટે સમીર વાનખેડેને જોરદાર ઝટકો આપ્યો : સાક્ષીના સોગંદનામાને રદ કરવાની અરજી ફગાવી

કેસ એક જ પ્રાથમિકીમાં જામીન અરજીમાં હાઈકોર્ટની સામે પણ વિચારાધીન છે. તેથી કોર્ટ આવો કોઈ પણ આદેશ પસાર કરી શકતી નથી

મુંબઈના ડ્રગ્સ કેસમાં દરરોજ નવી-નવી જાણકારીઓ સામે આવી રહી છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક દ્વારા એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર નિશાન સાધ્યા બાદ કેસ સમગ્ર રીતે બદલાઈ ગયો છે. હવે એનસીબીની અરજી પર મુંબઈના સેશન્સ કોર્ટે સમીર વાનખેડેને જોરદાર ઝટકો આપ્યો છે. કોર્ટે કહ્યુ કે કોઈ પણ આદેશ આપી શકાશે નહીં. હાઈકોર્ટમાં સમગ્ર કેસ ચાલી રહ્યો છે. એવામાં આ અમારા દાયરાથી બહાર છે. કોર્ટે એનસીબીને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.

એનસીબી તરફથી પ્રભાકરના નિવેદનને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી અને રાહતની માગ થઈ હતી, પરંતુ કોર્ટે સુનાવણી કરતા તપાસ એજન્સીને ઝટકો આપ્યો. મુંબઈની સેશન્સ કોર્ટે કહ્યુ, અરજીમાં રાહતની પ્રકૃતિને જોતા આવો કોઈ વ્યાપક આદેશ પસાર કરી શકાય નહીં. આ સંબંધિત કોર્ટ અથવા સત્તા માટે છે કે તે સંબંધિત સ્તર પર યોગ્ય આદેશ પસાર કરે. આ સિવાય કેસ એક જ પ્રાથમિકીમાં જામીન અરજીમાં માનનીય હાઈકોર્ટની સામે પણ વિચારાધીન છે. તેથી કોર્ટ આવો કોઈ પણ આદેશ પસાર કરી શકતી નથી. એવામાં અરજીને ફગાવી દેવાય છે.

એનસીબી અને તેના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મુંબઈ ડ્રગ્સ મામલે સાક્ષીના પલટ્યા બાદ મુંબઈની સેશન્સ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને રાહતની માગ કરી હતી. સમીર વાનખેડેના સોગંદનામામાં કોર્ટે તેમને ધાકધમકી આપવા અને તપાસમાં અવરોધ લાવવાના પ્રયાસોની નોંધ લેવા વિનંતી કરી હતી. બીજી તરફ NCB ના સોગંદનામામાં સાક્ષીનુ ફરી જવા અને તપાસમાં ચેડા કરવા માટે કેટલાક દ્વારા પ્રભાવનો ઉપયોગ કર્યો હોવાનુ જણાવાયું હતું.

સમીર વાનખેડેએ મુંબઈની વિશેષ અદાલતને જણાવ્યુ કે તેમના પરિવાર, બહેન અને મૃત માતાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કોર્ટને એ પણ કહ્યુ કે તેઓ તપાસ માટે તૈયાર છે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ મામલે રવિવારે પ્રભાકર સેલ નામના એક સાક્ષીના નવા દાવા બાદ નવો વળાંક લીધો છે

(12:00 am IST)