Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું- જો મારે વાત કરવી છે તો હું પોતાના ઘાટીના ભાઇ-બહેનો સાથે વાત કરીશ.

મોદીજીના નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીર વિકાસના નવા યુગની શરૂઆત

નવી દિલ્હી :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ખીર ભવાની મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી, તેમણે તે બાદ શ્રીનગરમાં એક જનસભાને સંબોધિત કરતા આતંકવાદને પડકાર ફેક્યો છે, તેમણે જમ્મુ કાશ્મીરના લોકોને કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દિલમાં જમ્મુ કાશ્મીર વસેલુ છે.
શ્રીનગરમાં ગૃહમંત્રી અમિતભાઈ  શાહે કહ્યુ, ‘માતા ખીર ભવાની મંદિરમાં માંના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. દેશભરના કાશ્મીરી પંડિત ભાઇઓ-બહેનોની આસ્થાનું આ એક એવુ અતૂટ કેન્દ્ર છે, જે આખા રાષ્ટ્રને પ્રેરણા આપે છે. આ પવિત્ર સ્થળમાં એક અદભૂત શક્તિ છે જેની અનુભૂતિ અહી આવીને નિશ્ચિત રીતે થાય છે. જય માં ખીર ભવાની!’

અમિતભાઈ  શાહે કહ્યુ, ‘મોદીજીના દિલમાં જમ્મુ-કાશ્મીર છે. હું અને મનોજ સિન્હાજી જ્યારે પણ મળીએ છીએ. તે કહે છે કે અન્ય રાજ્યોની જેમ તમામ યોજનાઓનો ફાયદો જમ્મુ કાશ્મીરને થવો જોઇએ. દિલમાંથી ખૌફ અને ડર કાઢી નાખો. કાશ્મીરના વિકાસની યાત્રાને કોઇ ખલેલ નથી પહોચાડી શકતુ. તમે ભારત સરકાર પર વિશ્વાસ કરી શકો છો. અમારી ઉપર વિશ્વાસ કરી શકો છો. વિકાસ યાત્રામાં ખલેલ પહોચાડનારાઓનો અર્થ સાચો નથી અને તેમની નીયત પણ સાફ નથી.

અમિત શાહે કહ્યુ, મનોજ સિન્હાજી, જેમણે સાચી લગનથી જમ્મુ કાશ્મીરમાં બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો છે, હું કહેવા માંગુ છુ કે તેમણે સફળ પ્રયાસ કર્યો છે, તેમણે શુભેચ્છા. હું આજે અહી આવ્યો છું. 5 ઓગસ્ટ 2019માં અમે એક નિર્ણય કર્યો હતો, તે નિર્ણય બાદ પ્રથમ વખત આવ્યો છું. હું તમને કહેવા માંગુ છુ કે મોદીજીના નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીર વિકાસના નવા યુગની શરૂઆત થઇ. જેની અનુભૂતિ તમને થઇ છે અને 2024 સુધઈ તમને તેનો અંજામ સુંદર જોવા મળશે.

ગૃહમંત્રીએ કહ્યુ, મને ઘણો કોસવામાં આવ્યો. કડક શબ્દોમાં મારી ટિકા કરવામાં આવી. હું આજે તમારી સાથે મન ખોલીને વાત કરવા માંગુ છુ માટે ના કોઇ બુલેટ પ્રૂફ છે અના ના તો કોઇ સિક્યુરિટી છે, તમારી સામે આવી રીતે જ ઉભો છુ. અમિત શાહે કહ્યુ, મે આજે અખબારમાં જોયુ ફારૂક અબ્દુલા સાહેબે મને સલાહ આપી છે કે ભારત પાકિસ્તાન સાથે વાતચીત કરે. તે અનુભવી મુખ્યમંત્રી છે. સવારની તેમની સલાહ છે પરંતુ હું તમને બધાને કહેવા માંગુ છુ જો મારે વાત કરવી છે તો હું પોતાના ઘાટીના ભાઇ-બહેનો સાથે વાત કરીશ.

ગૃહમંત્રી અમિતભાઈ  શાહે કહ્યુ, મને વિશ્વાસ છે, અમારા મનમાં કોઇ ખોટ નથી. જમ્મુ કાશ્મીર અને લદ્દાખના વિકાસના એકમાત્ર અર્થ સાથે આ પગલુ ઉઠાવવામાં આવ્યુ છે અને હું તમને કહુ છુ કે 2024 સુધી તમારે જે જોઇએ તે તમારી સામે હશે.

(6:50 pm IST)