Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રામ જન્મભૂમિના વકીલની પોલીસ સુરક્ષા પાછી ખેંચી લેવાતા દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન : આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું : સુરક્ષા પાછી ખેંચી લેવાતા જાનનું જોખમ હોવાની રજુઆત : નામદાર કોર્ટે પોલીસને ફેર વિચારણા કરવા સૂચના આપી : આગામી સુનાવણી 15 નવેમ્બરના રોજ

ન્યુદિલ્હી :  રામ જન્મભૂમિના વકીલ રવિ પ્રકાશ મહેરોત્રાની પોલીસ સુરક્ષા પાછી ખેંચી લેવાતા તેણે દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.તેમણે આ કેસમાં આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું .તેમની સુરક્ષા પાછી ખેંચી લેવાતા જાનનું જોખમ હોવાની તેમણે રજુઆત કરી છે.

જેના અનુસંધાને દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને પોલીસ સુરક્ષા માટે રામ જન્મભૂમિના વકીલની વિનંતી પર પુનર્વિચાર કરવાનો આદેશ આપ્યો છે.
અરજદાર રવિ પ્રકાશ મહેરોત્રાએ રજૂઆત કરી હતી કે તેમણે અયોધ્યા કેસમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને ગૃહ મંત્રાલય (MHA) નું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમની  સુરક્ષા પાછી ખેંચી લેવાથી તેઓ નારાજ થયા હોવાનું જણાવ્યું છે.

સિંગલ જજ જસ્ટિસ રેખા પલ્લીએ દિલ્હી પોલીસને બે સપ્તાહમાં અરજી પર પુનર્વિચાર કરવા અને સુનાવણીની આગામી તારીખ સુધીમાં કોર્ટ સમક્ષ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે 5 સપ્ટેમ્બર, 2013ના આદેશ દ્વારા તેને સુરક્ષા આપી હતી. આ આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં આવા વકીલોની સુરક્ષા પાછી ખેંચી ન લેવી જોઈએ,

આ હુકમનું ઉલ્લંઘન કરીને પોલીસે હવે તેની સુરક્ષા પાછી ખેંચી લીધી છે,
અરજદારે એમ પણ કહ્યું હતું કે અમુક સંસ્થાઓ તરફથી તેના જીવને ખતરો હોવાની સંભાવના છે અને તેથી, તેની સુરક્ષા પુન :સ્થાપિત થવી જોઈએ.
આ મામલે 15 નવેમ્બરે ફરી સુનાવણી થશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:19 pm IST)