Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સરહદી કચ્છ જિલ્લામાં બીએસએફનો જવાન જાસૂસી કરતાં ઝડપાતાં ચકચાર : કાશ્મીરી મુસ્લિમ આ જવાન ઉપર તે ત્રિપુરામાં ફરજ બજાવતો હતો ત્યારથી તેના ઉપર વોચ રાખવામાં આવી'તી

dir="auto">
(વિનોદ ગાલા દ્વારા )ભુજ::: સરહદી કચ્છ જિલ્લામાં બીએસએફનો જવાન જાસૂસી કરતાં ઝડપાઈ જતાં ચકચાર સર્જાઈ છે. ગાંધીધામમાં તૈનાત બીએસએફની બટાલિયનનો આ જવાન મૂળ કાશ્મીરના રાજૌરી જિલ્લાનો છે.
 કાશ્મીરી મુસ્લિમ આ જવાન ઉપર તે ત્રિપુરામાં ફરજ બજાવતો હતો ત્યારથી તેના ઉપર વોચ રાખવામાં આવી રહી હતી. તાજેતરમાં જ તેની બટાલિયન ગાંધીધામ તૈનાત થતાં તે અહીં ગાંધીધામ ફરજ ઉપર હતો. આ અંગે ગુજરાત એટીએસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા આપણા દેશની સુરક્ષા એજન્સીઓના જવાનો પાસેથી જાસૂસી કરાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે.
 હમણાં જ મૂળ ગુજરાતનો જવાન પણ જાસૂસી કરતાં ઝડપાઈ ગયો હતો. હવે ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં થી જવાન જાસૂસી કરતાં ઝડપાયો છે.
(4:39 pm IST)