Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કેરળ બાદ કાનપુરમાં જીકા વાયરસની એન્ટ્રી

વાયરસની એન્ટ્રી અંગે સરકારે બોલાવી અધિકારીઓની બેઠકઃ જીલ્લા પાસેથી એંટી એડીઝ પર માંગ્યો રીપોર્ટ

નવી દિલ્હીઃ કેરળ બાદ કાનપુરમાં જીકા વાયરસની એન્ટ્રી થતાં સરકારે બોલાવી અધિકારીઓની બેઠક બોલાવી છે. સમગ્ર દેશમાં કોરોનાના નામથી લોકોમાં ડર હજી ગયો નથી. ત્યાં જીકા વાયરસ નામની એક ગંભીર સમસ્યા આવી રહી છે. કેરળ બાદ કાનપુરમાં જીકા વાયરસનો પ્રથમ દર્દી સામે આવ્યો છે. કાનપુર જીલ્લામાં ૫૭ વર્ષિય એરફોર્સ કર્મચારી છે. જેનામાં ડેંગ્યુ, તાવના લક્ષણ જોવા મળતા એરફોર્સ હોસ્પિટલમાં ૧૯ ઓકટોબરના દાખલ કરવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં સ્વાસ્થ્યમાં સુધાર ન આવતા તેમની ફરી તપાસ માટે બે દિવસ એટલે કે ૨૧ ઓકટોબરના તેમના સેંપલ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી પૂણે મોકલવામાં આવ્યા. પૂણે લેબથી જીકા પોઝિટીવ રિપોર્ટ શનિવાર મોડી રાત્રે મળ્યો. આ અંગે જાણકારી મળતા પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી મગયો છે.

ત્યારે કાનપુરમાં દરેક જગ્યાએ રાતો રાત મચ્છરોનો ઉપદ્રવ ખરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. દર્દી સાથે રહેનાર ૨૨ અન્ય દર્દીઓ, પરિવારજનો અને સારવાર કરતા સ્ટાફને આઈસોલેશન કરવામાં આવ્યા છે. આ દરેકના સેંપલ પણ તપાસ માટે લખનૌ મોકલવામાં આવ્યા છે. પોઝિટિવ રિપોર્ટ મળ્યા બાદ દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમે સ્થાનિક ટીમ સાથે પ્રવાસે છે. દર્દી પોરખપુરનો રહેવાસી છે. 

(4:18 pm IST)