Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

મતદાતા યાદીમાં નામ ઉમેરવાની ઝુંબેશ એક નવેમ્બરથી

આ ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઇટ, રાષ્ટ્રીય મતદાતા પોર્ટલના માધ્યમથી ઓનલાઇન નોંધણીની સુવિધાને વધારાની સેવાઓ ઉપલબ્ધ છે

રાજનાંદગાંવ, તા.૨૫: દેશના ચૂંટણી પંચના નિર્દેશાનુસાર ફોટોયુકત ચૂંટણી ઓળખ-કાર્ડનું વિશેષ સંક્ષિપ્ત સમીક્ષા કાર્યક્રમ એક જાન્યુઆરી, ૨૦૨૨નું સંચાલન મતદાન કેન્દ્રમાં BLO દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ બધા યોગ્યતાપાત્ર મતદાતાઓનું નામ વ્યાપક રૂપથી જોડવા અને ડુપ્લિકેટ મતદાતાઓનાં નામ દૂર કરવાનું કામ કરવામાં આવશે. મતદાન કરવા માટે એક જાન્યુઆરી, ૨૦૨૨એ ૧૮ વર્ષ પૂરાં કરેલા યુવક-યુવતી મતદાન યાદીમાં નામ ઉમેરવા નોંધણી કરાવી શકશે. નવા મતદાતાઓની નોંધણી અથવા મતદાર યાદીમાં સુધારાવધારા  સંબંધિત  કાર્ય પ્રત્યેક મતદાન કેન્દ્રમાં BLO બૂથ લેબલ અધિકારીઓની સેવા લેવામાં આવી રહી છે. આ ઉપરાંત મતદાર યાદીમાં નામ ઉમેરવા સંબંધી કાર્ય એક નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.   

ચૂંટણી અધિકારીઓ મૂળ જવાબદારીઓ સાથે-સાથે મતદાન કેન્દ્રમાં હાજર રહીને આ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઇટ, રાષ્ટ્રીય મતદાતા પોર્ટલના માધ્યમથી ઓનલાઇન નોંધણીની સુવિધાને વધારાની સેવાઓ ઉપલબ્ધ છે. લોકો તેમની નજીકના સુવિધાનુસાર લોક સેવા કેન્દ્રમાં અરજી કરી શકે છે.

રેવન્યુ અધિકારી વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી નોંધણી અધિકારી, તહસીલદાર અને સહાયક ચૂંટણી અધિકારીમતદાન કેન્દ્રમાં BLOથી સંપર્ક કરીને લોકો પોતાનાં નામ ઉમેરાવી શકે છે અથવા સુધારાવધારા કરાવવા માટે અરજી કરી શકે છે.

ચૂંટણી કાર્ડને લગતી કામગીરી એક જાન્યુઆરીના કાર્યક્રામ અનુસાર ૧૪ નવેમ્બરથી ૨૧ નવેમ્બરે વિશેષ શિબિરના માધ્યમથી મતદાન કેન્દ્રોમાં ઝુંબેશ ચલાવવામાં આવશે.

(3:42 pm IST)