Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ઇલેકટ્રોનીકસ અને મોબાઇલની દિવાળીમાં ભારે ડીમાન્ડ

કાચા માલની અછતથી ઉત્પાદકો પરેશાન : આઇફોન ૧૨,૧૩ આઉટ ઓફ સ્ટોક, ડીલીવરી મળશે ૩-૪ અઠવાડીયે

કોલકતા, તા.૨૫: દિવાળીના તહેવારોમાં ઇલેકટ્રોનિકસ અને સ્માર્ટ ફોનના ગ્રાહકો માટે સારા અને લોકપ્રિય મોડેલો માર્કેટમાંથી અદ્રશ્ય થઇ રહ્યા છે.

રીટેઇલર્સ અને ઇન્ડસ્ટ્રી એકઝીકયુટીવોએ કહ્યું કે કેટલાક બેસ્ટ સેલીંગ મોડેલો જેવા કે એપલ્સના આઇફોન ૧૧, ૧૨ અને ૧૩ સીરીઝ, સેમસંગનો ગેલેકસી ફોલ્ડ એન્ડ ફલીપ મોડેલ, હાઇ એન્ડ ટેલીવીઝન સેટસ અને મોટા ભાગની બ્રાન્ડના આયાતી ઉપકરણો કાં તો આઉટ ઓફ સ્ટોક  છે અથવા તો સપ્લાય ઓછો છે. ભારે માંગની સામે સપ્લાય ૧૫ થી ૩૦ ટકા જેટલી ઓછી છે.

ટાટાની માલિકીના ઇલેકટ્રોનીક રીટેઇલ ચેઇન ક્રામાના એમડી અવિજીત મિત્રાએ કહ્યું કે સપ્લાયની અણધારી સ્થિતી હજુ ચાલુ જ રહેવાની છે કેમ કે ચીપ્સની માંગ ઘણી વધારે છે.

ઇલેકટ્રોનિકસ અને મોબાઇલમાં અછતનું બીજુ કારણ નવરાત્રીના તહેવારો દરમ્યાન થયેલ સુપર ડુપર વેચાણ પણ છે. નવરાત્રી દરમ્યાન એમેઝોન અને ફલીપકાર્ટ ઉપરાંત રિલાયન્સ ડીજીટલ, ક્રોમા, વિજય સેલ્સ અને ગ્રેટ ઇસ્ટર્ન રીટેઇલ જેવા મોટા રીટેઇલરોએ પણ જંગી વેચાણ કર્યુ હતું.

(2:47 pm IST)