Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સમગ્ર વિશ્વમાં મુસ્લિમો એક શરીર જેવા છે : મૌલાના રાજાણી

 

 ન્યૂ દિલ્હી, તા ૨પઃ ઇન્ડિયન નેશનલ લીગ ગુજરાતના કન્વીનર મૌલાના રાજાણી હસનઅલી રૂહાનીએ પયગંબર મોહમ્મદ સાહેબ (સ.અ.વ.) અને ઇમામ જાફર સાદિક (અ.સ.)ના જન્મદિવસ નિમિત્તે તમામ ઇસ્લામી દુનિયા સાથે તમામ લોકોને મુબારક બાદ આપતા કહ્યું કે આવા ખુશીના પ્રસંગે ઇસ્લામિક ક્રાંતિના સર્વોચ્ચ નેતા સૈયદ અલી ખામેનાઇ સાહેબે પણ અદાલતુ અને જંગી દળોને તેહરાનમાં સંબોધિત કર્યા હતા.જેમાં  કોર્ટેની વિભાગીય કાર્યવાહી હેઠળ દોષિત ઠરેલા ૩૪૫૮ લોકોની સજા માફ કરવા તથા ઘટાડવાની દરખાસ્તને પણ મંજુરી આપી હતી તથા આ ખુશીના પ્રસંગે મોલાના રાજાણીએ અફઘાનિસ્થાનમાં ચાલી રહેલી હિંસાની પણ શાંતિ માટે દુઆ કરતા કહ્યુંકે સમગ્ર વિશ્વમાં મુસ્લિમો એક શરીર જેવા છે અને એક શરીરની લાક્ષણિકતા એ છે કે જો શરીરના એક ભાગમાં દુખાવો હોય તો આખું શરીર તે પીડાને અનુભવે છે અને તે દુખ દૂર કરવા તરફ આકર્ષાય છે તે માટે આપણા પોતાના મુસ્લિમ ભાઈઓ સાથે પણ આવું જ હોવું જોઈએ, કારણ કે સમગ્ર વિશ્વમાં કોઈ પણ ખૂણે, મુસ્લિમોને નુકસાન થાય તો વિચારો કે આપણને નુકસાન થયું છે. આપણા ઈમાનની આવશ્યકતા એ છે કે આપણે તેમના દુઃખથી વાકેફ હોઈએ, અને આજના જગતમાં  મુસ્લિમો જે દોરથી પસાર થઈ રહ્યા છે તેના માટે  આપણે ખાસ કરીને  દુઆએ આફિયત તો કરવી જોવે ખાસ કરીને અફઘાનીસ્થાનમાં જે આપણા મુસલમાન ભાઈયો અમેરિકા અને દાઇશના શીકનજામાંથી હજુ પણ નીકળીયા નથી.

(1:10 pm IST)