Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

શાહરૂખ બાદ હવે ગૌરી ખાન તેના પુત્ર આર્યનને મળવા આર્થર રોડ જેલમાં જશે

શાહરૂખ અને આર્યન વચ્ચે કાચની દિવાલ હતી. જેલના અધિકારીઓ પણ હાજર હતા. બંનેએ ઇન્ટરકોમ દ્વારા વાત કરી

મુંબઈ :અભિનેતા શાહરૂખના  પુત્ર આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. ડ્રગ્સ કેસમાં પકડાયેલ આર્યન હાલ આર્થર રોડ જેલમાં છે. તાજેતરમાં શાહરુખ ખાન દીકરાને મળવા જેલમાં ગયો હતો. શાહરૂખ બાદ હવે ગૌરી ખાન તેના પુત્ર આર્યનને મળવા જઈ રહી છે.

ગૌરી આર્યન માટે ખૂબ જ ચિંતિત છે, જે બાદ તે પુત્રને મળવા જઈ રહી છે. ગયા અઠવાડિયે શાહરૂખ ખાન પણ જેલમાં પોતાના પુત્રને મળવા આવ્યો છે. આર્યન ખાન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કોર્ટે તેની કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી છે.

શાહરૂખ ખાન 21 ઓક્ટોબરે આર્યનને મળવા આર્થર રોડ જેલમાં ગયો હતો. જ્યાં તેણે આર્યન સાથે 16-18 મિનિટ સુધી વાત કરી. વાતચીત દરમિયાન શાહરૂખ અને આર્યન વચ્ચે કાચની દિવાલ હતી. આ સાથે જેલના અધિકારીઓ પણ હાજર હતા. બંનેએ ઇન્ટરકોમ દ્વારા વાત કરી હતી.

(12:50 pm IST)