Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

લ્યો બોલોઃ અહિં છે જોરદાર નોકરીઃભજીયા ખાવા પર મળશે ૧ લાખનો પગાર

UKની પ્રખ્યાત ફિશ ફિંગર કંપની BirdsEyeએ ટેસ્ટ ટેસ્ટરની વેકેંસી બહાર પાડી છે. કંપની એવા વ્યકિતની શોધમાં છે જે ચિકન પરફેકટ ટેસ્ટને વધુ સારી બનાવી શકે

નવી દિલ્હી,તા.૨૫: દરેક વ્યકિત પૈસાદાર થવા માગતી હોય છે. દ્યણી વખત લોકો વધારે સેલરીના ચક્કરમાં પોતાનું પ્રોફેશન છોડીને બીજી કોઈ નોકરી કરે છે. જો તમને કહેવામાં આવે કે તમને ચિકન ભજીયા ખાવા માટે ૧ લાખ રૂપિયાની સેલરી આપવામાં આવશે, તો તમે શું કરશો? કોઈપણ વ્યકિત આ ઓફર સ્વીકારી લેશે. આ જોબ ઓફર યુકેની એક ફૂડ કંપની આપી રહી છે. આ માટે તેમણે એક ઓનલાઈન જાહેરાત બહાર પાડી છે.

માહિતી અનુસાર, UKની પ્રખ્યાત ફિશ ફિંગર કંપની BirdsEyeએ ટેસ્ટ ટેસ્ટરની વેકેંસી બહાર પાડી છે. કંપની એવા વ્યકિતની શોધમાં છે જે ચિકન પરફેકટ ટેસ્ટને વધુ સારી બનાવી શકે. કંપની ઇચ્છે છે કે તેના ચિકન ડીપર્સ સૌથી બેસ્ટ હોય. તે માટેકંપની કોઈ પણ રિસ્ક લેવા માંગતી નથી. કંપનીએ આ જોબની ડિટેલ્સ પણ શેર કરી છે. આ માટે કંપની એક લાખ રૂપિયાનો પગાર આપશે. જે પણ આ નોકરી મેળવી શકશે, તેને Birds Eye Chief Dipping Officerની પોસ્ટ આપવામાં આવશે.

અંગ્રેજી અખબાર મેટ્રોમાં પ્રકાશિત એક રિપોર્ટના અનુસાર, જયારે બ્રિટનમાં બેરોજગારી અને મોંદ્યવારી બંને આસમાને છે ત્યારે આવા સમયમાં BirdsEyeએ  ચિકન ડીપર્સ માટે ટેસ્ટરની જરૂર છે. આ ડીપર્સની સાથે કંપની બજારમાં પરફેકટ સોસ પણ લાવવા માગે છે. તાજેતરમાં યુકેમાં થયેલા એક સર્વેમાં, કેટલાક લોકોએ કહ્યું કે ચિકન ડીપર્સ સાથે ટોમેટો સોસને બેસ્ટ હોવાનું જાણવા મળ્યું હતું, જયારે કેટલાક લોકોએ મેયોનેઝને બેસ્ટ કહ્યું હતું.

જો તમે આ જોબ માટે કરવા એપ્લાય માંગો છો, તો તમે https://www.birdseye.c_.uk/ પર એપ્લાય કરી શકો છો. આ સિવાય, તમે birdseyeHR@chiefdipping_fficer.c_.uk પર ૨૫૦ શબ્દોનો લેટર મોકલી શકો છો જેમાં તમને શા માટે નોકરી પર રાખવામાં આવે છે તે સમજાવી શકો છો. જો કંપનીને તમારો જવાબ પસંદ આવશે તો તમને આ નોકરી મળશે. લેટરરમાં તમે તમારા વિશે અને પરિવાર વિશે તથા તમારા અનુભવ વિશેની માહિતી પણ લખી શકો છો. પસંદગી પામનાર વ્યકિતને ૧ લાખ રૂપિયાની સેલરી આપવામાં આવશે,

(10:29 am IST)