Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ઇન્ટરનેટ વગર પણ કઇ રીતે કરી શકાશે વોટ્સએપનો ઉપયોગ ?

મુંબઇ,તા. ૨૫: આજના સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સમય છે. સોશિયલ મીડિયા એપ્સની વાત કરીએ તો કદાચ જ કોઈ વ્યકિત હશે જે આજે વોટ્સએપનો ઉપયોગ નહીં કરતી હોય અને સામાન્ય રીતે વોટ્સએપને વાપરવા માટે ઇન્ટરનેટની જરૂર પડે છે. કયારેક એવું બને કે ચમારા ફોનનું નેટપેક ખતમ થઈ જાય અને તમે જયાં હોવ ત્યાં નેટવર્ક ન આવતું હોય. એવામાં વોટ્સએપ જેવા અનેક એપ કામ કરવાનું બંધ કરી શકે છે. અહીં તમારી માટે એક એવી સરળ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તમે ઇન્ટરનેટ વગર પણ વાપરી શકો છે.

ઇન્ટરનેટ વગર તમને વોટ્સએપનો ઉપયોગ કરવો અશકય લાગે છે પણ એવું નથી. જો તમે ઇન્ટરનેટ વગર વોટ્સએપનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો તો તેની માટે તમારે માત્ર એક એકસ્ટ્રા સિમ ખરીદવાની જરૂર છે.

ચેટસિમ નામનો એક ખાસ સિમકાર્ડ તમને ઇન્ટરનેટ વગર પણ વોટ્સએપ વાપરવાની સુવિધા આપે છે. આ સિમ કાર્ડને ખરીદવું કોઈ મુશ્કેલ કામ નથી, આથી તમે ઓનલાઇન-કોઈપણ ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી શકો છો અથવા ચેટસિમની વેબસાઇટ પરથી સીધું ઓર્ડર કરી શકો છો. જણાવવાનું કે આ સિમ કાર્ડને તમે સરળતાથી પોતાના સ્માર્ટફોનમાં ઇન્સર્ટ કરી શકો છો.

આ સિમ કાર્ડની કિંમત સામાન્ય સિમ કાર્ડની તુલનામાં ઘણી વધારે છે પણ એના ફાયદા પણ એટલા જ વધારે છે. જો તમે આ સિમકાર્ડનો ઉપયોગ કરો છો તો વોટ્સએપ વાપરવા માટે તમને ઇન્ટરનેટ કનેકશનની જરૂર નહીં પડે.

સાથે જ, તમે આ સિમ દેશ-વિદેશ, કયાંય પણ વાપરી શકો છો. જણાવવાનું કે આ સિમ ખરીદવાની તારીખથી લઈને એક વર્ષ સુધી આ સિમ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે, જેના પછી આને રિચાર્જ કરવાની જરૂર પડે છે.

જણાવવાનું કે આ ચેટસિમને તમે ૧૮૦૦ રૂપિયામાં ખરીદી શકો છો અને જેવું તમને પહેલા જણાવવામાં આવ્યું કે, આમાં તમને એક વર્ષની વેલિડિટી મળશે.

(10:45 am IST)