Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટનો ચીનમાં કહેર :બેઇજિંગને કરાયું લોક: પરિસ્થિતિ હજુ પણ વધુ ખરાબ થવાનો ભય

સંક્રમણ માત્ર એક અઠવાડિયામાં 11 પ્રાંતોમાં ફેલાયો :જેઓ સંક્રમિત થયા છે તેમાંથી મોટાભાગના લોકોએ વિદેશ પ્રવાસ કર્યો

ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશના આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આગામી દિવસોમાં નવા કેસોમાં વધુ વધારો થશે. સંક્રમિત વિસ્તારોની સંખ્યામાં પણ વધારો થવાની ધારણા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી વુ લિયાંગ્યુએ રવિવારે બેઇજિંગમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, વાયરસનો તાજેતરનો કહેર ડેલ્ટા વેરિએન્ટ ને કારણે છે. કમિશનના પ્રવક્તા મી ફેંગે જણાવ્યું હતું કે, 17 ઓક્ટોબરથી, સંક્રમણ માત્ર એક અઠવાડિયામાં 11 પ્રાંતોમાં ફેલાયો છે.

મીએ કહ્યું કે, જેઓ સંક્રમિત થયા છે તેમાંથી મોટાભાગના લોકોએ વિદેશ પ્રવાસ કર્યો છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોને ‘ઈમરજન્સી મોડ’ અપનાવવા કહ્યું છે. પરિવહન મંત્રાલયના અધિકારી ઝોઉ મીનના જણાવ્યા અનુસાર, વાયરસને કારણે રાજધાની લેન્ઝોઉ અને આંતરિક મંગોલિયા સહિત ગાનસુ પ્રાંતના કેટલાક શહેરોમાં બસ અને ટેક્સી સેવાઓ બંધ કરવામાં આવી છે. નેશનલ હેલ્થ કમિશન અનુસાર, ચીને શનિવારે કોવિડ-19 ના 26 નવા સ્થાનિક કેસોની પુષ્ટિ કરી છે. જેમાં આંતરિક મંગોલિયામાં 7, ગાંસુમાં 6, નિંગ્ઝિયામાં 6, બેઇજિંગમાં 4, હેબેઈમાં એક, હુનાનમાં એક અને શાનક્સીમાં એક કેસ નોંધાયા છે.

(11:56 pm IST)