Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ટીમ ઈન્ડિયાનો ઘોર પરાજય :પાકિસ્તાને 10 વિકેટથી જીત્યુ મેચ: ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ પાકિસ્તાનને જીત અપાવી શાહીન શાહ આફ્રિદી સૌથી સફળ બોલર તેણે ત્રણ વિકેટ ઝડપી .

દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમા પાકિસ્તાને આસાન જીત મેળવી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ પાકિસ્તાનને જીત અપાવી છે. પાકિસ્તાને 10 વિકેટે આ જીત મેળવી છે.

ટોસ હારી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતની ટીમે પાકિસ્તાનને 152 રનનો લક્ષ્‍ય આપ્યો હતો. ટી20 વર્લ્ડકપમાં મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી 152 રનના લક્ષ્‍યાંકના જવાબમાં પાકિસ્તાનની પારીની શરૂઆત થઈ છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ટીમ માટે પારીની શરૂઆત કરી હતી. આ પહેલા ભારતે કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની શાનદાર ઇનિંગના દમે 151 રન બનાવ્યા હતા.પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદી સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે ત્રણ વિકેટ ઝડપી હતી.

(11:13 pm IST)