Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

IPL -2020 : રોમાચંક મેચમાં:રાજસ્થાન રોયલ્સનો 8 વિકેટે શાનદાર વિજય: મુંબઈ ઈન્ડયનનો પરાજય

બેન સ્ટોક્સે 60 બોલમાં અણનમ 114 રન અને સંજુ સેમસને 31 બોલમાં અણનમ 54 રન ફટકાર્યા : બંનેની વચ્ચે 152 રનની ભાગીદારી: 196 રનનો લક્ષ્યાંક 18.2 ઓવરમાં હાંસલ કર્યો

મુંબઈ : IPL 2020ની 45મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો શાનદાર વિજય થયો છે બેન સ્ટોક્સ અને સંજુ સેમસને તોફાની બેટિંગ કરીને પોતાની ટીમને જીત તરફ લઈ ગયા હતા . મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પાંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી જેથી રાજસ્થાનને 196 રનનો જીતવા માટેનો સ્કોર આપ્યો હતો. પરતું રાજસ્થાન રોયલ્સે 18.2 ઓવરમાં જ 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. બેન સ્ટોક્સે 60 બોલમાં અણનમ 114 રન કર્યા અને સંજુ સેમસને 31 બોલમાં અણનમ 54 રન કર્યા. બંનેની વચ્ચે 152 રનની શાનદાર ભાગીદારી પણ રહી હતી.

આ સાથે રોયલ્સ પ્લે-ઓફની રેસમાં જીવંત રહ્યું છે, જ્યારે તેમની આ જીતે ચેન્નાઈ સુપરકિંગ્સને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધું છે. કારણકે આ જીત સાથે રાજસ્થાનના 10 પોઈન્ટ્સ થઇ ગયા છે. તેની બાકીની 2 મેચ- પંજાબ અને કોલકાતા સામે છે. જો તે બંને મેચ જીતે તો તેના 14 પોઇન્ટ થઇ જશે.

મુંબઈ, દિલ્હી અને બેંગલોરના પહેલેથી 14 પોઇન્ટ છે. ચેન્નાઈના 14 પોઇન્ટ થઇ શકે એમ નથી ( 8 પોઈન્ટ્સ છે, 2 મેચ બાકી). જો રાજસ્થાન બંને મેચ હારે તો કોલકાતાના 14 થઇ જશે (અત્યારે કોલકાતાના 12 પોઈન્ટ્સ છે). જો રાજસ્થાન કોલકાતા સામે જીત અને પંજાબ સામે હારે તો પંજાબના 12 પોઈન્ટ્સ થઇ જશે. તેની અને કોલકાતાની એક મેચ બાકી છે, અને તેમાં જે જીત મેળવશે તેના 14 પોઇન્ટ થઇ જશે. આમ, મેચ જીતીને રાજસ્થાને ચેન્નાઈને પ્લે-ઓફની રેસમાંથી બહાર કરી દીધું છે.

(11:36 pm IST)