Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

રિલાયન્સ રિટેલને લાગ્યો ઝટકો :ફ્યુચર ગૃપ સાથેનો સોદો મોકુફ

આર્બિટ્રેશન કોર્ટ અંતિમ ચુકાદો ન સંભળાવે ત્યાં સુધી સોદો થઇ થઇ શકશે નહીં.

મુંબઈ : એમેઝોનને પોતાના ભાગીદાર ફ્યુચર ગૃપ વિરૂધ્ધ વચગાળાની રાહત મળી છે. સિંગાપુર સ્થિત એક આર્બિટ્રેશન કોર્ટે વચગાળાનો હુકમ આપતા ફ્યુચર ગૃપ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને 24,713 કરોડ રૂપિયામાં પોતાનો રિટેલ બિઝનેશ વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, એમેઝોને કિશોર બિયાનીની આગેવાની હેઠળની કંપની દ્વારા પોતાનો રિટેલ બિઝનેશ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચવાનો નિર્ણય કરાયા બાદ ફ્યુચર ગૃપને આર્બિટ્રેશન કોર્ટમાં લઇ ગઇ છે.

 એમેઝોન વિરૂધ્ધ ફ્યુચર વિરૂધ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ કેસમાં એકમાત્ર આર્બિટ્રેશન વીકે રાજાએ એમેઝોનનાં તરફેણમાં વચગાળાનો ચુકાદો સંભળાવ્યો છે, તેમણે ફ્યુચર ગૃપને હાલ તુરંત સોદાને રોકવાનું કહ્યું છે, તેમણે કહ્યું કે જ્યાં સુધી કેસમાં આર્બિટ્રેશન કોર્ટ અંતિમ ચુકાદો ન સંભળાવે ત્યાં સુધી સોદો થઇ થઇ શકશે નહીં.

એમેઝોનના પ્રવક્તાએ પણ આર્બિટ્રેશન કોર્ટનાં આ ચુકાદાની પુષ્ટી કરી છે, તેમણે કહ્યું કે મધ્યસ્થતા કોર્ટે કંપની દ્વારા માંગવામાં આવેલી રાહત આપી છે, તેમણે કહ્યું કે એમેઝોન મધ્યસ્થતા પ્રક્રિયા ઝડપથી પુરી થશે તેવી આશા રાખે છે, એમેઝોનનાં પ્રવક્તાએ કહ્યું અમે કટોકટીની પરિસ્થિતીમાં આર્બિટ્રેશન કોર્ટનાં આ નિર્ણયનું સ્વાગત કરીએ છિએ, અમે આ ચુકાદા માટે આભારી છિએ, તે અમારા માટે રાહત દાયક છે, અને અમે મધ્યસ્થતા પ્રક્રિયાનાં તાત્કાલિક નિવારણ માટે પ્રતિબધ્ધ છિએ.

(11:26 pm IST)
  • મહેસાણા: ઇતિહાસમાં પહેલીવાર કોરોના મહામારીને કારણે બહુચર માતાની 'પાલખી યાત્રા' નીકળી ન હતી. access_time 10:09 pm IST

  • હાઈવેની બાજુમાં જ રેલવે લાઈનઃ સરકાર બનાવી રહી છે એક મોટો પ્લાન : ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર જે નવા હાઈવે બનાવી દેવા માગે છે તેમાં અમદાવાદ- ધોલેરા, કાનપુર- લખનઉ, અમૃતસર- ભટિંડા- જામનગર, હૈદરાબાદ- રાયપુર, નાગપુર- વિજયવાડાનો પણ સમાવેશ થાય છે access_time 3:37 pm IST

  • બિહાર ચૂંટણીમાં ભાજપનો ઇન્ડિયન જો સતત આગળ ભાગતો જાય છે : બિહાર ચૂંટણી માટે સી વોટર અને abp સર્વેના ઓપિનિયન પોલમાં ભાજપના નેજા હેઠળના એનડીએ મોરચાને ૧૩૫થી ૧૫૯ બેઠકો અને યુપીએ મોરચાને ૭૫થી ૯૮ બેઠકો મળશે એવું દર્શાવાયું છે. access_time 2:19 pm IST