Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

પાકિસ્તાન હવે પોલિયો ફ્રી દેશ બની જશે : ડબ્લ્યુ.એચ.ઓ

'ડબ્લ્યુ.એચ.ઓ.' કહ્યું છે કે પોલિયો રોગને નાબૂદ કરવા માટે વર્ષો સુધી સતત પ્રયત્નો કર્યા પછી પાકિસ્તાન હવે પોલિયો ફ્રી દેશ બની શકે છે.

WHOના કન્ટ્રી રિપ્રેઝન્ટેટિવ પાલિતા મહીપાલાએ ઉમેર્યું કે, યુનિસેફ સહિત વૈશ્વિક ભાગીદારોએ, આ રોગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં પાકિસ્તાની સરકારને ટેકો આપતી વખતે નોંધપાત્ર યોગદાન આપ્યું છે

,૬૦,૦૦૦ થી વધુ ફ્રન્ટલાઈન કાર્યકરોનું અભિવાદન કરતાં પાલિતાએ કહ્યું: "આ પ્રયાસમાં તેઓ અમારા અસલ હીરો રહયા છે, તેમના ટેકાથી, દરેક અભિયાન દરમિયાન લાખો બાળકોને રસી આપીને અમને આ ગૌરવ અપાવ્યું છે."

ચાલુ અભિયાનના ભાગ રૂપે, આગામી  રાષ્ટ્રીય પોલિયો નાબૂદી અભિયાન સોમવારે શરૂ થશે, જેમાં પાંચ વર્ષથી ઓછી વયના ૩.૧ કરોડથી વધુ બાળકોને રસી આપવાના લક્ષ્યાંક સાથે કરવામાં આવશે.

અભિયાનમાં પંજાબ અને બલુચિસ્તાનમાં પ્રત્યેક  33 જિલ્લાઓ, સિંધના  જિલ્લાઓ અને નગરો, ગિલગીટ બાલ્ટિસ્તાનના આઠ જિલ્લાઓ, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના ૧૦ જિલ્લા અને ખૈબર પખ્તુનખ્ખામાં એક જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે.

(5:55 pm IST)