Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

બિહાર ચૂંટણીઃ ચિરાગ પાસવાને કહ્યું - સીતામઢીમાં અયોધ્યાના રામ મંદિર કરતા મોટુ બનશે સીતામંદિર

સીતા વિના ભગવાન રામ અધુરા અને રામ વિના સીતા... તે માટે એક કોરિડોર બનાવાશે

પટના :લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને બિહાર ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેણે અયોધ્યામાં બનનારા રામ મંદિરની તર્જ ઉપર સીતામઢીમાં ભવ્ય સીતા મંદિર બનાવવાની વાત કરી છે. એટલું જ નહીં તેણે કહ્યું કે, રામ મંદિરને સીતા મંદિરને જોડવા માટે એક કોરિડોર પણ બનાવવો જોઈએ. ચિરાગ પાસવાન આ દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે સીતામઢીમાં છે. તેણે પુનૌરા ધામ મંદિર જઈને જાનકી માતાની પૂજા કરી હતી.પૂજા અર્ચના બાદ મીડિયાથી વાત કરતા તેણે આ વાત કરી છે.

  ચિરાગ પાસવાને કહ્યું છે કે. હું અહીંયા એક ભવ્યા સીતામંદિર બનાવીશ. જે અયોધ્યાના રામમંદિરથી મોટુ હશે. સીતા વિના ભગવાન રામ અધુરા છે. અને રામ વિના સીતા. તે માટે એક કોરિડોર બનાવાશે. જે સીતામઢીને અયોધ્યા સાથે જોડશે. આ દરમયાન લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને પોતાના બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કર્યું હતું. જેમાં બિહારની ઘણી સમસ્યાઓનું સમાધાન હતું. તેણે કહ્યું કે, બિહારમાં કેટલાક મહાન દિવ્ય શક્તિઓનો જન્મ થયો છે. પરંતુ દુર્ભાગ્ય એવું છે કે કોઈને પણ રાજ્યની ધરોહર બચાવવાનો પ્રયાસ કર્યો નથી. પ્રદેશ સરકારના રાજસ્વ પણ તેનાથી વધશે. સીતામઢીમાં તેને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળશે.

(5:31 pm IST)