Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના ચેરમેન લી કુન-હીનું 78 વર્ષની વયે અવસાન

પિતા પાસેથી પદ સંભાળનારા આ પરિવર્તનશીલ નેતાના નેતૃત્વમાં સેમસંગ કંપની, દક્ષિણ કોરિયાના જીડીપીના પાંચમા ભાગની સમકક્ષના ટર્નઓવર સાથે, સ્માર્ટફોન અને મેમરી ચીપ્સનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક બન્યો. અનોખી જીવનશૈલી માટે જાણીતા, લીને હાર્ટ એટેક આવતા 2014 થી પથારીવશ હતા. તેમની સ્થિતિ વિશે ભાગ્યે જ કાઈ જાણવા મળતું. તેમના અંતિમ દિવસો પણ તે રહસ્યમય ગુમનામ રહ્યા હતા.

(2:09 pm IST)