Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

અમેરિકાના રાષ્ટ્રીય પોલમાં છેલ્લી સ્થિતિ: જો બાયડન તેમના હરીફ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પથી ૭% મતોથી આગળ

અમેરિકી ચૂંટણીના મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 3 નવેમ્બરે મતદાન થવાનું છે. જોકે તે પહેલા જ અર્લી વોટીંગ અને પોસ્ટલ વોટિંગથી ૧૪ થી ૧૬ ટકા મતો અત્યાર સુધીમાં પડી ચૂક્યા છે. ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેના નજીકના હરીફ જો બાયડનથી ૭ ટકા મતે પાછળ રહી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રવ્યાપી પોલના છેલ્લા આંકડા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પને ૪૪ ટકા અને જો બાયડનને ૫૧ ટકા મતો રાષ્ટ્રીય પોલમાં મળ્યા છે. અન્ય ઉમેદવારોમાં જોર્ગન્સનને ને બે ટકા અને હોકિન્સને એક ટકા મત મળે છે.

(2:01 pm IST)