Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ભારતની એક ઈંચ જમીન પણ કોઈ નહીં લઈ શકે : રક્ષા મંત્રી રાજનાથ સિંહ

દશેરા પર શસ્ત્ર પૂજનની સાથે રાજનાથનો ચીનને કડક સંદેશ : રક્ષા મંત્રી રાજનાથ સિંહે દાર્જિલિંગના સુકના વૉર મેમોરિયલ ખાતે અત્યાધુનિક હથિયારોનું શસ્ત્ર પૂજન કર્યું, આર્મી ચીફ અધ્યક્ષ એમએમ નરવણે પણ હાજર

નવી દિલ્હી,તા.૨૫ : ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ રવિવારે દશેરા પર્વના અવસરે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સ્થિત સુકના વૉર મેમોરિયલનો પ્રવાસ કર્યો. રાજનાથ સિંહે ત્યાં શસ્ત્ર પૂજન કરી ચીનને કડક સંદેશ પણ આપ્યો છે. તેઓએ કહ્યું કે ભારત પોતાની એક ઇંચ જમીન પણ કોઈને નહીં લેવા દે. રક્ષા મંત્રી રાજનાથ સિહે રવિવારે દશેરા પર્વ પર પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે સુકના વૉર મેમોરિયલ પહોંચીને શસ્ત્ર પૂજન કર્યું. દાર્જિલિંગમાં આવેલા સુકના વૉર મેમોરિયલમાં રાજનાથ સિંહની સાથે સેના પ્રમુઅ એમ. એન. નરવણે પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન અત્યાધુનિક હથિયારોની પણ પૂજા કરવામાં આવી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ દરમિયાન ચીનના મુદ્દે કહ્યું કે ભારત અને ચીન સરહદ વિવાદ ખતમ થવો જોઈએ. સરહદ પર શાંતિ હોવી જોઈએ. સુકના વૉર મેમોરિયલની મુલાકાત દરમિયાન સેનાના અનેક ઘાતક અને અત્યાધુનિક હથિયારોની પણ રાજનાથ સિંહે પૂજા કરી. દશેરા પર્વના અવસરે રાજનાથ સિંહે શસ્ત્ર પૂજા દરમિયાન ચીનને આકરો સંદેશ આપતા અસોલ્ટ રાઇફલને પોતાના હાથમાં લઈને જોઈ. સેના પ્રમુખ એમએન નરવણેએ તેમને તેની તમામ ખાસિયતો વિશે માહિતી આપી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ દરમિયાન સરહદ માર્ગ સંગઠન દ્વારા સિક્કિમમાં બનાવવામાં આવેલા અનેક રોડનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેઓએ કહ્યું કે, હંર આપ સૌને એવું જણવવા માંગું છું કે બીઆરઓ દ્વારા સિક્કિમના મોટાભાગના સરહદી રસ્તાઓને ડબલ લેનમાં અપગ્રેડેન કરવામાં આવી રહ્યું છે. તેમાંથી ઇસ્ટ સિક્કિમમાં ૬૫ કિલોમીટરના માર્ગ નિર્માણ કાર્ય પ્રગતિ પર છે તથા ૫૫ કિલોમીટર માર્ગ નિર્માણ યોજના હેઠળ છે. આ અવસર પર તેમણે કહ્યું કે ભારત ઇચ્છે છે કે ચીન અને ભારતની વચ્ચે બોર્ડર પર શાંતિ રહેવી જોઇએ અને તણાવ ખત્મ થવો જોઇએ પરંતુ હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું કે આપણી સેના કોઇને પણ દેશની એક ઇંચ જમીન પર પણ કબ્જો કરવા દેશે નહીં. આપને જણાવી દઇએ કે વિજયાદશમીના અવસર પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ દાર્જિલિંગ અને સિક્કિમના પ્રવાસે છે. દાર્જિલિંગના મેમોરિયલમાં તેમણે શસ્ત્ર પૂજા કરી. આ દરમ્યાન આર્મી ચીફ અધ્યક્ષ એમએમ નરવણે પણ હાજર હતા. વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજા કરવાની પરંપરા છે. મંત્રોચ્ચારણની વચ્ચે શસ્ત્ર પૂજા બાદ રાજનાથ સિંહે કહ્યું કે અત્યારે ભારત અને ચીન પર તણાવ ચાલી રહ્યો છે. ભારત ઇચ્છે છે કે તણાવ સમાપ્ત થાય, શાંતિ સ્થાપિત હોય, આપણો ઉદ્દેશય આ જ છે. પરંતુ કયારેક કયારેક કેટલીક એવી નાપાક હરકતો થતી રહી છે પરંતુ હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું અને મને પૂરો વિશ્વાસ છે કે આપણા જવાનો કોઇપણ સૂરતમાં ભારતની એક ઇંચ જમીન કોઇ બીજાના હાથોમાં જવા દેશે નહીં. ગલવાનમાં ચીનના વિશ્વાસઘાતનો ઉલ્લેખ કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે તાજેતરમાં ભારત-ચીનની સરહદ પર જે બન્યું છે તેની ચોક્કસ માહિતીના આધારે, હું કહી શકું છું કે આપણા દેશના સૈનિકોની જે પ્રકારની ભૂમિકા છે. તેઓએ તેનું ધ્યાન રાખ્યું છે જ્યારે ઇતિહાસ લખવામાં આવશે ત્યારે તેમની બહાદુરી અને બહાદુરીની ચર્ચા સુવર્ણ અક્ષરોમાં થશે. આ પ્રસંગે રાજનાથસિંહે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા.

(7:26 pm IST)
  • અલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી માર્યો ગયો : આતંકી સંગઠન અલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી અફઘાન દળોના હાથે ઠાર મરાયો છે. અફઘાનિસ્તાનના ગજની પરગણાના અંડાર જિલ્લામાં એક ઓપરેશનમાં મોહસીન માર્યો ગયાનું અફઘાન સમાચાર સંસ્થાએ જાહેર કર્યું છે. access_time 2:19 pm IST

  • રાજ્યમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની સંખ્યા ૨.૧૦ લાખ : ડેટાબેઝ તૈયાર કરવાની કાર્યવાહી : કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે વિડીયો કોન્ફોરન્સમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સરકારને આંકડા આપ્યા access_time 3:38 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. access_time 10:08 pm IST