Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું અમે બિજેપી વિરોધી છીએ પણ દેશ વિરોધી નથી.

ગુફકારની ઘોષણા માટે પિપલ્સ એલાયન્સની પીડીપીનાં પ્રમુખ મહેબુબા મુફ્તીનાં ઘરમાં બેઠક યોજાઇ :ગઠબંધનનાં અધ્યક્ષ તરીકે પ્રમુખ ફારૂખ અબ્દુલ્લાની પસંદગી : મહેબુબા મુફ્તીને ઉપાધ્યક્ષ બનાવાયા

શ્રીનગર : જમ્મુ-કાશ્મિરમાં કલમ 370 અને આર્ટિકલ 35 A ને ફરીથી લાગુ કરવાનાં ઇરાદાથી રાજ્યનાં તમામ પક્ષો એકજુથ થયા છે, શનિવારે ગુફકારની ઘોષણા માટે પિપલ્સ એલાયન્સની બેઠક પીડીપીનાં પ્રમુખ મહેબુબા મુફ્તીનાં ઘરમાં યોજાઇ, આ બેઠકમાં નેશનલ કોન્ફરન્સ ,પીડીપી  ઉપરાંત કાશ્મિરની અન્ય પાર્ટીઓનાં નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા, આ બેઠક બાદ ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું અમે બિજેપી વિરોધી છિએ, પણ દેશ વિરોધી નથી.

બેઠકમાં ગઠબંધનનાં અધ્યક્ષ તરીકે નેશનલ કોન્ફરન્સનાં પ્રમુખ ફારૂખ અબ્દુલ્લાની પસંદગી કરવામાં આવી, પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જમ્મુ-કાશ્મિરનાં નેતા અને પુર્વ પ્રધાન સજ્જાદ લોને કહ્યું કે આ ગઠબંધન અને તેની રણનીતી અંગેનો દસ્તાવેજ એક મહિનાની અંદર તૈયાર થઇ જશે, તેને તાત્કાલિક લોકો સમક્ષ રજુ કરવામાં આવશે.

(12:00 am IST)