Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

વિવિધ બજારોમાં રોનકનાં દર્શન : લોકો ખરીદી માટે નીકળ્યા

કોરોનાનું દર્દ ભૂલી ગ્રાહકો બજારમાં નીકળતા વેપારીઓમાં નવી આશા : તહેવારો સારા જવાના સંકેતોઃ સોનું, કપડા, ઇલેકટ્રોનીકસ, ઓટોમોબાઇલ, બુટ -ચપલની નીકળી ખરીદી : બજારમાં રોકડ ફરતી થઇ

નવી દિલ્હી,તા. ૨૪: દશેરાના આગમન સાથે હવે દિવાળી સુધી વિવિધ પર્વોની શ્રૃંખલા શરૂ થઇ રહી હોવાથી લોકો કોવિડનું દર્દ ભૂલાવીને બજારમાં નીકળતા થયા છે. સોનું, કપડાં, ઇલેકટ્રોનિકસ, ઓટોમોબાઇલ, બૂટ-ચંપલ વગેરે ખરીદવા ધસારો કરી રહ્યા છે. દિવાળીનો તહેવાર જેમ નજીક આવશે તેમ લોકો રોગચાળો ભૂલીને ખરીદી કરશે તેવો આશાવાદ છેલ્લાં ચાર પાંચ દિવસથી બંધાયો છે. હવે દિવાળી સુધી બજારનો ગરમાવો જળવાઇ રહે તો કોરોનાને લીધે પડેલા ફટકાની કળ વળશે તેમ વેપારીઓ માની રહ્યા છે. દશેરા પૂર્વે બે દિવસથી ફરસાણ, ગાંઠિયા અને જલેબી માટે પણ વેપારીઓ આશાવાદી છે. મુંબઈ અને પુણેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને શુકન થઈ રહ્યા છે. નવા દ્યરના બુકિંગમાં વેગ આવ્યો છે અને તે સાથે ઇલેકટ્રોનિકસ, દાગીના, ટીવી, ફ્રિજ અને ગાર્મેન્ટ્સની ખરીદીએ વેગ પકડયો છે.લૃ

દશેરા અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કોવિડના કપરા સમય દરમિયાન આર્થિક બાજુને બને તેટલી મજબૂત રાખી નાગરિકો ધીરેધીરે ખરીદી માટે બહાર આવી રહ્યા છે.

નાગરિકો પોતાના બજેટમાં રહીને ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. તેમાં ઇલેકટ્રોનિકસ ગેજેટ્સથી લઈને સોનાના દાગીના, ઘડિયાળ, તૈયાર વત્રો અને મોટાં શહેરથી થોડા દૂર જઈને બજેટ હોમનું બુકિંગ પણ કરી રહ્યા છે.

સોનાના ભાવ રૂ. ૫૧ હજારની ઉપર હોવાથી ગ્રાહકો શકુન પૂરતું સોનું ખરીદવા આગળ આવશે અને લગનસરાંની મોસમ માટે બજેટ મુજબ સોનું ખરીદશે એવી આશાએ જવેલર્સોએ સોનાનો સ્ટોક વધાર્યો છે અને દાગીનાના દ્યડામણ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ્સ જાહેર કર્યાં છે.

ઇલેકટ્રોનિકસ અને એફએમસીજી ઉત્પાદનો માટે પણ તાજેતરમાં આકર્ષણ જોવા મળ્યું છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ ઓનલાઇન રિટેલર્સ દ્વારા મોટાં ડિસ્કાઉન્ટ્સ ઓફર કરી ગ્રાહકોને રીઝવી રહ્યા છે.

મુંબઈ અને પુણે શહેરની નજીક આવતાં નાના શહેરોમાં નવાં દ્યર માટે માગ નીકળી રહી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્ટેમ્પ ડયૂટીમાં રાહત અને હોમ લોનના વ્યાજદરોમાં વિવિધ બેન્કો દ્વારા કરાયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો લેવા માગતા હોવાથી નવાં તૈયાર ઘર માટે માગ નીકળી હોવાનું ક્રેડાઈના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શાંતિલાલ કટારિયા જણાવે છે.

એક અગ્રણી ડેવલપરના જણાવ્યા મુજબ પુણેમાં નવા પ્રોજેકટ્સ માટે પૂછપરછ શરૂ થઈ છે. હોમ લોન ઉપર જોખમ દ્યટાડવાના આરબીઆઈના નિર્ણય અને પાછલા એક દાયકામાં હોમ લોનના સૌથી ઓછા દરના કારણે રિયલ્ટી સેકટર માટે તહેવારો પૂર્વે સાનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાનું એક અગ્રણી ડેવલપરે જણાવ્યું હતું.

આવતા નવેમ્બર મહિનાથી રજિસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થશે. રવિવારે દશેરા હોવાથી તમામ રજિસ્ટ્રેટન ઓફિસો ખુલ્લી રાખવાનો નિર્ણય રાજય મહેસૂલ વિભાગે લીધો છે.

અનેક લોકો દશેરાના મુહૂર્તે રજિસ્ટ્રેશન કરવા માગતા હોવાથી રાજયથી ૫૧૬ રજિસ્ટ્રેશન કચેરીઓ રવિવારે ખુલ્લી રાખવામાં આવશે, એમ રજિસ્ટ્રેશન એન્ડ સ્ટેમ્પના ઇન્સ્પેકટર જનરલ ઓમપ્રકાશ દેશમુખે જણાવ્યું હતું.

ક્રેડાઈ-પુણે મેટ્રોના પ્રમુખ સુહાસ મર્ચન્ટના જણાવ્યા મુજબ જો સરકાર ઓનલાઇન રજિસ્ટ્રેશનની પરવાનગી આપશે તો રજિસ્ટ્રેશનની સંખ્યામાં ૨૫ ટકા જેટલો વધારો સંભવ છે.

બીજી તરફ, રાજધાની નવી દિલ્હીમાં હોલસેલ બજારોમાં તહેવારોની દ્યરાકીમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમાં તૈયાર વત્રો, દ્યરેણાં અને સૂકા મેવાની ખરીદીમાં ચમકારો જોવા મળ્યો છે. ઉકત જણસોનો વેપાર ૭૫ ટકા જેટલો રહ્યો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

આગામી તહેવારો અને લગનસરાંની મોસમમાં હોલસેલ વેપાર બહેતર થવાની ધારણા હોવાનું વિવિધ વેપારી સંગઠનોએ જણાવ્યું હતું.

રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિયેશનના એક સભ્ય કહે છે, ઝવેરી બજારમાં અગાઉ સાવ સૂનકાર હતો. પરંતુ હવે લોકો બહાર નીકળીને સોના-ચાંદીનાં આભૂષણો ખરીદવા આવી રહ્યા છે એટલે રાહત છે. હવે દિવાળી સુધી ચહેલપહેલ રહેશે. અગાઉ દશેરા જેવો માહોલ ઉંચા ભાવ અને નબળી ખરીદશકિતને કારણે નથી. છતાં દિવાળી પછીના લગ્નગાળા માટે લોકો ખરીદી કરી રહ્યા છે.'

સોનાનો બાવન હજારનો ભાવ હજુ રોકાણકારોને દૂર રાખી રહ્યો છે. સિક્કા અને લગડીની માગ નહિવત છે. ઝવેરાત ફકત લગ્નગાળા માટે ખરીદાય છે. રાજકોટની સોની બજારમાં સોનાના દાગીના પર મજૂરીમાં ૨૫ ટકા અને ડાયમંડમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. અમદાવાદ અને સુરતમાં પણ દ્યરાકીનો થોડો સંચાર થયો છે.'

રાજકોટના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી અને યાજ્ઞિક રોડ પર રેડિમેડના શોરૂમો પર પણ હવે લોકોની ભીડ દેખાય છે. લોકો છ સાત મહિનાથી ઘરમાં પૂરાયેલા હતા અને હવે કયાંક કયાંક સરકારી ખાતાઓમાં બોનસ પણ જાહેર થતાં અસર દેખાઇ છે. લોકોનો ડર પણ ઘટ્યો છે. બૂટ, ચંપલ, ગૃહ સુશોભન વગેરે ચીજોમાંય માગ છે.

ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિયેશનના પ્રમુખ પ્રનંદ કલ્યાણી કહે છે, માગ ખૂલવાનું સૌથી મોટું કારણ કૃષિ પેદાશો છે. મગફળી અને કપાસનું વિપુલ ઉત્પાદન છે. ખેડૂતોએ મહિનામાં ખાસ્સો માલ વેચ્યો હોવાથી બજારમાં રોકડ ફરતી થઇ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સારી ઘરાકી છે. અલબત્ત્। હજુ કાપડ-રેડિમેડમાં ઉત્પાદનની સ્થિતિ બહુ સારી નથી.

અમદાવાદના ગાર્મેન્ટ વેપારના પ્રતિનિધિ અર્પણ શાહે જણાવ્યું હતું કે' છેલ્લા એક સપ્તાહથી સારી માગ છે. અનેક વેપારીઓએ માલ સપ્લાય કર્યો છે. છેલ્લી સિઝનમાં ઉત્પાદન નહી થવાથી અમુક પ્રોડકટ્સમાં અછત છે, પણ જે ચીજો ઉપલબ્ધ છે તે ખપે છે. છ મહિનાથી મંદ પડેલો વેપાર દિવાળી સુધીમાં સારો ચાલવાની શકયતા છે. વેપારીઓનો તમામ સ્ટોક ખાલી થઇ જવાની ધારણા સેવાય છે.

અમદાવાદ ઇલેકટ્રોનિકસ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ ભાવેશ વારિયાએ જણાવ્યું હતુ કે ફ્રીઝ ટીવી, વાશિંગ મશિનમાં હવે હિલચાલ જોવા મળી રહી છે. ૨૦ મે બાદ માગ હતી પછી ઠપ થઇ ગઇ હતી. હવે જોકે પૂછપરછ વધી છે. સપ્ટેમ્બરથી અને પ્રિ-કોવિડના સ્તરે જઇ રહ્યા છીએ. લોકોમાં હવે ગભરાટ ઓછો થઇ રહ્યો છે. લોકો બહાર આવી રહ્યા છે. તહેવારો શરૂ થતાં તેમ જ ક્રેડિટ કાર્ડ પર સ્કીમ સારી ચાલતી હોવાથી અમે દિવાળી સુધીમાં સારું એવું વેચાણ થશે તેવી આશા છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (એફએડીએ)ના સ્ટેટ ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર સુધી ટુ વ્હીલરના વેચાણમાં પાછલા વર્ષની તુલનામાં ૪૮ ટકાનો દ્યટાડો હતો, જયારે કારમાં સરેરાશ ૧૫ ટકા જેટલો ઘટાડો હતો.હવે થોડો સુધારો દેખાય છે. છતાં ગયા વર્ષ જેટલું થશે નહીં. એકિટવા જેવા સ્કુટર સેગમેન્ટમાં સારી પૂછપરછ છે. કારમાં મીડ સાઇઝ અને પ્રિમીયમ કાર (કિયા, સ્કોડા)માં સારો ધસારો જોવા મળી રહ્યો છે.

(12:00 am IST)
  • કોરોના સામે ભારત વહેલું જાગી ગયું હતું: વર્લ્ડ ઈકોનોમીક ફોરમ : વર્લ્ડ ઈકોનોમીક ફોરમના વડા ક્લોઝ સ્કવાબે કહ્યું છે કે કોરોના મહામારીમાં ભારતે સારી રીતે અને વહેલા પગલાઓ લીધા હતા. access_time 2:20 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 49,865 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,63,533 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,68,395 થયા:વધુ 61,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,75,273 રિકવર થયા :વધુ 567 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,18,559 થયો: access_time 1:30 am IST

  • 26 થી 29 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાશે access_time 10:07 pm IST