Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

દશેરા પર્વે દેશવાસીઓને શુભકામના પાઠવતા ગૃહમંત્રી અમિતભાઇ શાહ

અમાનવતા અને અહંકાર જેવા અસુરોના નાશની અને રાષ્ટ્ર નિર્માણમાં આપણા સૈના યોગદાનની પ્રતિગ્યા લઇએ

અમદાવાદ: કેન્દ્રીય ગુહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમીતભાઈ શાહે આવતીકાલે ઉજવનારા દશેરા પર્વની સમગ્ર દેશવાસીઓ અને ગુજરાતવાસીઓને શુભેચ્છા પાઠવી છે. નાગરિકોના સુખ, સમુધ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરતાં જણાવ્યું હતું કે, તપ, સાધાન અને શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીના સમાપન બાદ આવતીકાલે જયારે વિજયાદશમીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે ત્યારે કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર, સ્વાર્થ, અમાનવતા અને અહંકાર જેવા અસુરોના નાશની અને રાષ્ટ્ર નિર્માણમાં આપણા સૈના યોગદાનની પ્રતિગ્યા લઇએ.

વધુમાં જણાવ્યું હતું કે, અધર્મ ઉપર ધર્મ, અસત્ય પર સત્યના, અન્યાય પર ન્યાય અને દુષ્ટ પર દેવતાના વિજયના પ્રતિક સમાન આ તહેવારની ઉજવણી સાથે સાથે આપણા અને સમાજના સ્વાસ્થ્યની પણ કાળજી લેવા અત્યંત આવશ્યક છે. આપણે સૌ શિસ્ત અને સંયમપૂર્વક તહેવારોની ઉજવણી કરીએ. સરકાર દ્રારા અપાયેલા માર્ગદર્શન સૂચનાઓનું પાલન કરીએ તથા વ્યવસ્થાતંત્ર દ્રારા કોરોનાને મ્હાત આપવા ચાલી રહેલી લડાઇમાં આપણે સૈ આપણી સહભાગિતા સુનિશ્ચિત કરીએ.

 

18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4/400 મી.રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરવા બદલ સરિતા ગાયકવાડને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. તેમાં જણાવ્યું છે કે, નવરાત્રિના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્રારા નિમણૂંક અપાઇ છે. નવી જવાબદારી માટે સરિતાને શુભકામના આપી છે. સરિતા ગાયકવાડને ભાજપ પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલે પણ ટ્વીટ કરીને અભિનંદનની સાથે આર્શિવાદ આપ્યા છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે અબડાસા વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત આજરોજ કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાજય સરકારના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણ આહીર, પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, પ્રદિપસિંહ વાઘેલા તથા સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લાના પ્રમુખ કેશુભાઇ પટેલ તથા ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જયારે સાંસદ કે.સી.પટેલે કપરાડા વિધાનસભામાં આવતા વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જનસંપર્ક અને ચુંટણી પ્રચાર કર્યો હતો. તે સમયે જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય કનુભાઇ દેસાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(1:13 am IST)
  • આર્મેનીયા-અઝરબૈજાન જંગમાં ૫ હજાર મોતઃ વિશ્વ ઉપર યુદ્ઘનું મોટું જોખમઃ અમેરિકા યુદ્ઘ સમાપ્તિ માટે કાર્યરત : આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શકય બનાવી શકાય. જો કે, તેઓ સફળ થાય તેવી આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. access_time 3:04 pm IST

  • નેસ્લે કંપની ભારતમાં જંગી રોકાણ કરશે : નેસ્લે ઈન્ડિયા કંપની આવતા ચાર વર્ષમાં તેના ઉત્પાદનને વેગ આપવા માટે ભારતમાં ૨૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. access_time 2:19 pm IST

  • સોમવાર સુધી મહારાષ્ટ્ર અને કોંકણમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે :જાણીતા વેધર વોચર શ્રી અક્ષય દેઓરસએ ટવીટ કરી કહયું છે કે તા.૨૬ના સોમવાર સુધી સોલાપુર, સાંગલી, સતારા, કોલ્હાપુર, પુણે, સિંધુદર્ગ, રત્નાગીરી, રાયગઢ, નાસિક જીલ્લો અને મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. access_time 3:04 pm IST