Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

રાજસ્થાન કોંગ્રેસના ૯૨ ધારાસભ્યોએ અધ્યક્ષને રાજીનામાં સુપ્રત કર્યા: નવા મુખ્યમંત્રી માટે જબરજસ્ત ફાઈટિંગ ચાલુ: પાયલોટ સહિત ચાર નામો રેસમાં જોડાયા

રાજસ્થાન કોંગ્રેસના ૯૨ ધારાસભ્યોએ અધ્યક્ષ સી પી જોશીને પોતાના રાજીનામાં સુપ્રત કર્યા છે. સી પી જોશી પણ કોંગ્રેસના જ ધારાસભ્ય અને વરિષ્ઠ અગ્રણી છે.

હાલના સીએમ અશોક ગહેલોત જૂથે જબરજસ્ત પ્રેસર ટેકટીકસ અપનાવ્યાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. 

ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે સચિન પાયલોટ, સીપી જોશી, શાંતિ ધારીવાલ અને હરીશ ચૌધરીના નામ રેસ માં આગળ દોડી રહ્યા છે. 

નવા મુખ્યમંત્રી માટે કોંગ્રેસમાં જબરજસ્ત ફાઈટિંગ ચાલી રહયાના નિર્દેશ પણ મળે છે.

 

(10:48 pm IST)